Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર : અક્ષરવાડી ખાતે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો.

Share

અક્ષરવાડી ખાતે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવ નિમિતે તા. ૨૭.૧૧.૨૨ રવિવારના રોજ બી. એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, અક્ષરવાડી, ભાવનગર ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૧ રક્તદાતાઓએ પોતાના અમૂલ્ય રક્તનું દાન કરી ગુરુ ભક્તિની સાથે પોતાનું સામાજિક ઋણ અદા કર્યું હતું. આ કેમ્પનો પ્રારંભ અક્ષર વાડી મંદિરના કોઠારી સંત યોગવિજય સ્વામિ, સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તારકભાઇ શાહ, આઈ.એમ.એ પ્રમુખ ડો. દેવાંગ પવાર, ડાયમંડ એસોસિયેશન પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસીયા, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ સોની, ગુજરાત ટેક્સ કમિટીના હિતેશભાઈ રાજ્યગુરુ, બિમ્સ હોસ્પિટલના ડૉ. ભરત ડાભી આદિ મહેમાનોએ દિપ પ્રાગટ્ય કર્યું હતું.

આ કાર્યક્રમમાં ભાઈઓ અને બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આમ આ તકે અલગ અલગ સામાજિક અને રાજકીય અગ્રણીઓ એ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભાઈઓ અને બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આમ આ તકે અલગ અલગ સામાજિક અને રાજકીય અગ્રણીઓ એ ખાસ હાજરી આપી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : જીતાલી ગામની સીમમાં હાઇટેનશન વીજ કરંટ લાગતા ચાર ગાયોના મોત.

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં જન્મ મહોત્સવ નિમિત્તે કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા મટકી ફોડના કાર્યક્રમો યોજાયા અને શોભાયાત્રા કાઢવામાં આવી

ProudOfGujarat

આજે માંગરોળ તાલુકા ૨૩,૧૭૫ NFSA રેશનકાર્ડ ધારકોને બીજા તબક્કાનું વિના મુલ્યે અનાજ વિતરણ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!