ટીફીન નહીં લાવતા પુત્રને માર્યા બાદ બચાવ કરતા પિતાને પણ મારમાર્યો પિતાએ વાડીએ જમવા માટે દીકરા પાસે ટિફ્નિ મંગાવતા ટીફીન નહીં લાવતા પુત્રને માર્યા બાદ બચાવ કરતા પિતાને પણ મારમાર્યો હતો. આ મામલે નાના પાળીયાદ ગામે પિતાએ પુત્રવિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. + 3 બનાવ અંગે પાળીયાદ પોલીસના જણાવ્યા પ્રમાણે, બોટાદ જિલ્લાના નાના પાળીયાદ (કલ્યા ણપરા) ખાતે રહેતા ફ્લજીભાઈ કુબેરભાઈ જાદવ (કોળી પટેલ) ઉવ-૬૫ એ તેના દીકરા મનીષભાઈ ઉર્ફે મુન્નાભાઈ જાદવ વિરૂદ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ગત ૯ ડિસે મ્બર ૨૦૨૨ના રાત્રિના ૮-૩૦ વાગ્યાના સમયે ફરિયાદી ફ્લજીભાઈ કુબેરભાઈ જાદવ પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા, ત્યારે તેનો સૌથી મોટો દીકરો આરોપી હાથે આંગળી ઉપર પટ્ટાનો એક ઘા માર્યો હતો તેમજ ફળિયામાં પડેલ લાકડી લઈને મનીષભાઈએ તેના પિતાને માથાના ભાગે એક ઘા મારી મુઢ ઈજા કરી બધાને જેમ ફાવે તેમ ભૂંડા બોલી ગાળો આપી જતા જતા કહેલ કે હવે મને ટિહ્નિ આપવા ન આવ્યા તો તમને બધાને મારી નાખવા છે. મનીષભાઈ ઉર્ફે મુન્નાભાઈ જાદવ વાડીએથી ઘરે આવેલ અને તેના દીકરા કાર્તિકને કહેલ કે મને મારૂ ટિનિ દેવા વાડીએ કેમ આવેલ નહીં જેથી પુત્ર કાર્તિકે કહેલ કે મારે દૂધ ભરવા ડેરીએ જવાનું હોવાથી દૂધ ડેરીમાં ભરી પછી આવવાનો હતો, તેમ કહેતા મનીષભાઈએ કાર્તિકથી નાના પુત્ર વિવેકને કહેલ કે તો તું કેમ મારૂ ટિહ્નિ લઈને આવેલ નહીં, મનીષભાઈ એ કાર્તિક તથા નાના પૌત્ર વિવેકને પટા વડે માર્યો હતો, જેથી તેના દાદા ફ્લજીભાઈ કુબેરભાઈ જાદવ ( ફરિયાદી) તેને છોડાવવા માટે ગયા હતા, તો ફરિયાદીના પુત્ર આરોપી મનીષભાઈએ તેના પિતા ફ્લજીભાઈ સાથે ઝપાઝપી કરી જમણા પગે ઢીંચણના ભાગે તથા જમણા તેમ મારી નાખવાની ધમકી આપ્યાની ફ્લજીભાઈ કુબેરભાઈ જાદવએ તેના દીકરા મનીષભાઈ ઉર્ફે મુન્નાભાઈ જાદવ વિરૂદ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨) જી પી એકટ -૧૩૫ મુજબગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટીફીન નહીં લાવતા પુત્રને માર્યા બાદ બચાવ કરતા પિતાને પણ માર માર્યો
Advertisement