Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભાવનગર : ખાનગી બસો ચાલવા દેવા 50 હજારની લાંચ લેતા એસ. ટી. નિયામક ઝડપાયા.

Share

ભાવનગર એસ.ટી. સ્ટેન્ડ પાસેથી ખાનગી પેસેન્જર વાહનો ઉપાડવના પ્રતિબંધ છતાં મીની લકઝરી બસ જેવા વાહનો રોકટોક ચલાવવા દેવા અને એસ.ટી. વિભાગ દ્વારા કોઈ ચેકીંગ કરી કનડગત ન થાય તે માટે પ્રાઈવેટ વાહન સંચાલકો પાસેથી દરમહિને રૂા.50,000 ની લાંચની માંગણી કરતા ભાવનગર એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક જ લાંચના રૂા.50000 લેતા ACB ભાવનગરે ગોઠવેલા છટકામાં રંગે હાથ ઝડપાઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

ભાવનગર સેન્ટ્રલ એસ.ટી. સ્ટેન્ડ પાસેથી રાજ ટ્રાવેલ્સ નામની મીની લકઝરી બસો ભાવનગરથી મહુવા તથા ભાવનગરથી પાલિતાણા જેવા રૂટો પર ઉપડે છે તે ઉપરાંત અન્ય ખાનગી વાહનો પણ આ વિસ્તારમાંથી પેસેન્જરો ભરીને ઉપડતા હોય છે. આ ખાનગી વાહનો, બસોને પેસેન્જર ભરીને ઉપાડવામાં એસ.ટી. વિભાગ તરફથી કોઈ કનડગત ન થાય કે એસ.ટી. વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું ચેકીંગ ન થાય અને પોતાની બસો રોકે નહીં તે માટે રાજ ટ્રાવેલ્સના સંચાલકો પાસેથી દર મહિને રૂા.50,000 ની લાંચની માંગણી ખુદ ભાવનગર એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક (વર્ગ-1) અશોક કેશવલાલ પરમાર એજ ઓફીસર બંગલામાં માંગતા ફરિયાદીએ ભાવનગર એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. આ અંગે એસીબીએ સફળ છટકુ ગોઠવી આરોપી અશોક પરમારને રૂા.50000 લાંચના લેતા હાથોહાથ ઝડપી લઈ તેની ધરપકડ કરી હતી. આ સફળ કામગીરીમાં એસીબી પોલીસ મથકના પી.આઈ. એમ.ડી. પટેલ, માલાભાઈ બી. ભરવાડ, ડી.કે. બારૈયા, અરવિંદભાઈ વંકાણી, કમલેશ વાઘેલા, મહિપતસિંહ ગોહિલ, ભગીરથસિંહ ગોહિલ, અરવિંદ ભટાડીયા વગેરે સ્ટાફ જોડાયો હતો.

Advertisement

Share

Related posts

રાજકોટ : માતા ન હોય, લગ્નની વાત આવતા પિતા અને ભાઈઓની ચિંતામાં યુવતીનો આપઘાત.

ProudOfGujarat

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

ProudOfGujarat

સુરત-ઓલપાડ ના કુંડસદ ગામ ખાતે યુવાન ની લૂંટ બાદ હત્યા કરવામાં આવતા ભારે સનસની ફેલાઇ હતી…!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!