Proud of Gujarat
FeaturedGujaratINDIA

એટીએસના અધીકારીઓને મળી મોટી સફળતા, મુન્દ્રા પોર્ટ, દરીયા, ભાવનગરમાંથી ઝડપાયું 25 કરોડનું કોકેઈન.

Share

અમદાવાદના એટીએસના અધીકારીઓએ ભાવનગર અને મુન્દ્રાના દરીયામાં કોસ્ટગાર્ડની મદદથી મધ્ય દરીયામાં પ્રતીબંધીત ડ્રગ્સ ઝડપી પાડયુ છે. આ ઓપરેશન આખી રાત ચાલુ રાખવામાં આવ્યું હતું. તેમજ મુન્દ્રા પોર્ટના સીએફએસ સ્ટેશનમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. હાલ લેબોરેટરી એક માટેની કામગીરી શરૂ કરાઈ છે. ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફીયાઓએ કન્ટેનરની અંદર સંતાડ્યું હતું. જે કોકેઈન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે અંદાજે 25 કરોડનું ડ્રગ્સ હોવાની પ્રાથમીક માહીતી સામે આવી છે.

3 સ્થળે ડ્રગ્સની હેરાફેરી અંગે તપાસ ચાલી રહી છે. એટીએસની સાથે કોસ્ટગાર્ડ, કસ્ટમ વીભાગ પોર્ટ અને ભાવનગરમાં એટીએસની ટીમ સર્ચ ઓપરેશન કરી રહ્યું છે. ત્યારે ગુજરાતના દરીયામાં ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરી કરવા ઈન્ટરનેશનલ ડ્રગ્સ સીન્ડીકેટ સક્રીય થઈ છે. મુન્દ્રા પોર્ટ પરથી અગાઉ ડીઆરઆઈએ 3 હજાર કરોડનું હેરોઈન જપ્ત કર્યું હતું. ત્યાર બાદ કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી. એટીએસના અધીકારીઓએ ભૂજના દરીયામાં પાકીસ્તાની બોટમાંથી 600 કરોડથી વધારેનું હેરોઈન જપ્ત કરીને પાકીસ્તાની નાગરીકો અને બીજા કેસમાં સાત ઈરાની નાગરીકોની ધરપકડ કરી હતી.

Advertisement

એટીએસના અધીકારીઓએ જયપુર, ઉદેપુરમાં પણ દરોડા પાડીને ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ત્યારબાદ ડ્રગ્સ સીન્ડીકેટે ગુજરાતના દરીયા કીનારાને ડ્રગ્સની હેરાફેરી કરવા ટ્રાન્ઝીટ રૂટ બનાવવા એટીએસ સહીત સેન્ટ્રલ એજન્સીઓ એલર્ટ થઈ છે. ત્યારે કચ્છમાંથી વધુ એકવાર કરોડોની કીંમતનું કોકેઈન પકડવામાં એટીએસની ટીમને સફળતા મળી હોવાના બીન સત્તાવાર અહેવાલ મળી રહ્યા છે. એટીએસીની એક ટીમ દ્વારા ગત સવારથી એક સીએફએસમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી અને જે મેડી રાત સુધી ચાલી હોવાના સુત્રો મળી રહ્યા છે.


Share

Related posts

संजू पोस्टर: पत्नी मान्यता दत्त के रूप में मिलिए दिया मिर्ज़ा से जिसने कठिन समय में हर पल दिया अपने पति का साथ!

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના કલ્લા ગામના છછવા વગામાંથી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત આરોગ્ય વન અને નર્મદા ડેમની મુલાકાત લેતા કેન્દ્રીય નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ.રાજીવ કુમાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!