હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણની સાથે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ત્યારે ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં સતત ત્રીજા દિવસે મેઘસવારી આવી પહોચી હતી અને ગારીયાધાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેરના કારણે લોકોમાં આનંદ ફેલાયો હતો. આ તકે ગારીયાધારના પરવડી, પાંચ ટોપરા, રૂપાવટી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું. જેમાં આ મેઘમહેરના કારણે ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસ્યો. વરસાદની સાથે વીજળી અને ભારે પવન પણ આવ્યા હતા. જેમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ત્યારે વરસાદની સિઝનના પહેલા વરસાદની સાથે વીજ વિભાગના ધાંધિયા પણ સામે આવ્યા હતા. જેમાં ગારીયાધાર વીજ વિભાગની પ્રિ મોન્સૂન કામગીરી તરફ સવાલ ઉઠવા પામ્યા હતા.
Advertisement