જગવિખ્યાત ખ્યાતનામ કથાકાર પૂ. મોરારીબાપુ દ્વારા દર વર્ષે ભજનની વિવિધ સંતવાણી સર્જક તેમજ ભજનિક સંગીતકારોને સન્માનવાના ઉપક્રમે સંતવાણી એવોર્ડ યોજવામાં આવતો હોય છે. આ વર્ષે ભાવનગર તાલુકાના મહુવા ખાતે આવેલ કૈલાસ ગુરુકુલના આદિ શંકરાચાર્યજી સંવાદ ગૃહમાં ગત રવિવારની સંધ્યાએ સન 2020 અને 2021 નો સંયુક્ત સંતવાણી એવોર્ડ – (13-14) યોજાયો હતો.
આયોજિત સન્માન સમારંભ કાર્યક્રમમાં વર્ષ – 2020 માટે સંતવાણી સર્જક વંદના સન્માન નિરાંત મહારાજની કરજણ તાલુકાના દેથાણ ગામે આવેલ મૂળ ગાદીના આચાર્ય રોહિતરામ મહારાજને એનાયત થયો હતો. જેઓના પ્રતિનિધિ તરીકે પ્રસંગમાં ઉપસ્થિત રહેલા મનહરદાસજી બાબુરામ ગોહિલને પૂજ્ય મોરારીબાપુએ સાલ ઓઢાડી તેઓનું સન્માન કરી સંતવાણી એવોર્ડ અર્પણ કર્યો હતો. જે બદલ નિરાંત મહારાજની મૂળ ગાદી ઉર્ફે નિરાંત વચન હરજી ગુરૂ ગાદી – દેથાણ, તા. કરજણ ,જી.વડોદરા ના હજારો શ્રદ્ધાળુ ભક્તોએ ધન્યતા અને ગૌરવની લાગણી અનુભવી હતી.
યાકુબ પટેલ, કરજણ