Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરના પાલિતાણામાં માતા સંતાનોને શાળાએ મૂકવા જતાં એક્ટિવા સાથે પાણીમાં તણાયા : માતાનો આબાદ બચાવ.

Share

ભાવનગર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રિથી વરસાદ શરૂ થયો હતો ત્યારે ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરના મોટી રાજસ્થળી રોડના શીતળા માતાના મંદિર પાસે આવેલા કોઝવે પરથી માતા એક્ટિવા લઈને પુત્ર અને પુત્રીને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં. તે દરમિયાન કોઝવે પરથી ત્રણેય લોકો તણાયાં હતાં, જેમાં પુત્ર અને પુત્રીનાં મોત થયાં હતાં અને માતાનો બચાવ થયો હતો. પાલિતાણા શહેરની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતાં અને મોટી રાજસ્થળી રોડ શીતળા માતાના મંદિર પાસે આવેલા નાળા પાસેથી એક્ટિવા લઈને માતા બંને બાળકોને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં. એ દરમિયાન નાળામાં એક્ટિવા તણાયું હતું, એમાં ત્રણેય લોકો તણાયાં હતાં. જોકે માતાનો બચાવ થયો છે, જ્યારે પુત્રી અને પુત્ર પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં.

આ ઘટનાને લઈ તાત્કાલિક પાલિતાણા નગરપાલિકાની ફાયરબિગ્રેડને જાણ કરાતાં તેણે ઘટનાસ્થળે પહોંચી તણાયેલી વ્યક્તિની શોધખોળ હાથ ઘરી હતી. એમાંથી બંને તણાયેલાં બાળકોની લાશ કલાકોની જહેમત બાદ મળી હતી. ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળા ઊમટી પડ્યાં હતાં. આ ઘટનાને લઈ પાલિતાણામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Advertisement

Share

Related posts

વિરમગામ જીલ્લાના પાટડી ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રારંભિક વર્ગ યોજાયો.

ProudOfGujarat

સુરત જિલ્લાના ૪૦ લાભાર્થીઓને ‘કુંવરબાઈનું મામેરૂ’ યોજના હેઠળ સહાય.

ProudOfGujarat

પંચમહાલ : કાલોલ જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!