Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરના સિહોરમાં તણાયેલા માતા-પુત્રીમાંથી માતાનો બચાવ : આઠ વર્ષની પુત્રીનો મળ્યો મૃતદેહ.

Share

શિહોરમાં ચાલુ વરસાદે વોકળો ઓળંગી રહેલી માતા-પુત્રી પુરના ધસમસતા પ્રવાહમાં તણાતા મહિલાને સ્થાનિકોએ ભારે જહેમત બાદ બચાવી લીધી હતી. જ્યારે બાળકીનુ પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું.

સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લાના જૂના શિહોર વિસ્તારમાં રહેતા માલધારી પરિવારના શામજીભાઈ જોગરાણાના પત્ની રાધાબેન તેમની 08 વર્ષીય પુત્રી ધર્મિષ્ઠા સાથે આજે ઢળતી સાંજે ઘર નજીક આવેલા કુંવરબાઇના નહેરા તરીકે ઓળખાત વોકળા-નેરામાથી શરૂ વરસાદે પસાર થઈ રહ્યાં હતાં. તે વેળાએ નેરામા અચાનક આવેલા પાણીના ભારે પ્રવાહમાં માતા-પુત્રી તણાવા લાગ્યા હતા. માતા-પુત્રી પાણીમાં તણાતા આસપાસના લોકોએ દેકારો મચાવ્યો હતો, આથી સ્થાનિક યુવાનો મદદે દોડી આવ્યા હતા અને પ્રવાહ સાથે તણાઈ રહેલી માતા-પુત્રીનો પીછો કર્યો હતો. જેમાં દેરજીના કુવા તરીકે ઓળખાતી જગ્યામા પાણીનું ખેંચાણ ઓછું થતાં યુવાનોએ જીવ જોખમમાં મુકી તણાઈ રહેલી મહિલાને બહાર ખેંચી લીધી હતી, પરંતુ સગીરા લાપત્તા થઈ ગઈ હતી આથી લોકોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના શોધખોળ હાથ ધરતાં થોડે દૂરથી કમનસીબ બાળાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ શિહોર પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યારે સગીરાના મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

લીંબડી અમદાવાદ હાઈવે પર ડમ્પર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

જામનગર રોજગાર કચેરી અને સરકારી વાણીજ્ય કોલેજના સંયુક્ત ઉપક્રમે રોજગાર અને પાસપોર્ટ વિષયક સેમીનાર યોજાયો*

ProudOfGujarat

ડેડીયાપાડા બજાર ખાતે ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!