કિશન સોલંકી (ભાવનગર)
જ્યાં માત્ર માનસિક દિવ્યાંગો માટે સેવા કાર્ય કરતી સંસ્થા માનવ પરિવાર ટ્રસ્ટ ના આશરે 200 જેટલા માનસિક દિવ્યાંગો પોતાની અલગ દુનિયા માં મોજમસ્તી થી પોતાનો સમય વ્યતીત કરે છે.માનવ વસવાટ અને ગામ શહેર થી દુર આ દિવ્યાંગોની વ્હારે ભાવનગર પોલીસ.આજ સાંજનું ભોજન તેમજ માનસિક દિવ્યાંગો માટે કપડા ની વ્યવસ્થા કરાઈ ભાવનગર એલ.સી.બી પરિવાર નાં PI. ડી.એમ. મિશ્રા સાહેબ તથા PSI. એન.જી. જાડેજા સાહેબ તથા તમામ સ્ટાફ મિત્રો એ જાતે પીરસી માનસિક દિવ્યાંગો ને ભોજન કરાવ્યું હતું.ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પરિવારે આજે ભોજન સાથે કપડાનું પણ વિતરણ કરીને માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું.
Advertisement