Proud of Gujarat
EducationGujaratINDIA

રાજપારડી ની શબ્દ વિદ્યાલય શાળામાં બાળકોએ વિવિધ કૃતિઓ નું પ્રદર્શન યોજ્યુ

Share

ભરૂચ જિલ્લાના રાજપારડી ગામે શબ્દ વિદ્યાલય શાળામાં ધો.૧ થી ૧૧ ના બાળકો દ્વારા ગણિત વિજ્ઞાન ની વિવિધ કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ.કાર્યક્રમ નું સંચાલન આચાર્ય ગજેન્દ્રસિંહ પાંજરોલીયા એ કર્યું હતું.પ્રદર્શન માં ભાગ લેનાર બાળકોએ શિક્ષક ઉત્તમસિંહ પરમાર ના માર્ગદર્શન હેઠળ વિવિધ કૃતિઓ રજુ કરી હતી.રાજપારડી ની અન્ય શાળાઓ ના આમંત્રિત વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત મહેમાનો નંદિનીબેન,પારુલબેન,નરેન્દ્રસિંહ રાઠોડ સહિત અન્ય આમંત્રિત મહેમાનોએ બાળકોએ રજુ કરેલી વિવિધ કૃતિઓ નિહાળીને બાળકોની કૌશલ્ય શક્તિને બિરદાવી હતી.અને બાળકોમાં રહેલી છુપી શક્તિઓને વાચા આપવા શાળાઓ માં શિક્ષણ ની સાથે સાથે આવા રચનાત્મક કાર્યક્રમો પણ જરુરી હોવાની લાગણી ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચનો આ છે વિકાસ…ગંદકી વચ્ચેથી પસાર થઈ શિક્ષણ લેવા બાળકો મજબુર બન્યા..!!

ProudOfGujarat

ભરૂચ : ભારતી રો હાઉસ વિસ્તારમાં સાયકલ ચોર ગઠિયો સી.સી.ટી.વી માં કેદ…

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં બાળકોને પ્રવેશ ન આપતા સરપંચ દ્વારા પગલાં ભરવાની સત્તા આપતા ઠરાવ કરવામાં આવ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!