ભરૂચ જિલ્લાના રાજપારડી ગામે ગુજરાત સરકાર ના ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત પ્રોજેક્ટ સામર્થ્ય નો યુવાનો માટેનો તાલીમ કાર્યક્રમ યોજાશે.રાજપારડી ગ્રામ પંચાયત ભવન ની ઉપર યોજાનાર આ તાલીમ કાર્યક્રમ માં લેથ ઓપરેટર અને સી.એન.સી.ઓપરેટર ની ૩ મહિનાની મફત તાલીમ અપાશે.ઉલ્લેખનીય છેકે ખાણકામ અસરગ્રસ્ત ૧૯૪૬ ગામોના ૧૮ થી ૩૫ વર્ષના આઠમા ધોરણ સુધી ભણેલા બેરોજગાર યુવકો રોજગાર બાબતે આત્મ નિર્ભર બને અને રોજગાર મેળવતા થાય તે માટે આ મફત તાલીમ બાદ આ તાલીમ પામેલ યુવકોને નોકરી પણ આપવામાં આવશે.વધુમાં તાલીમ લેનાર યુવકોને બપોરનું ભોજન તેમજ વાહન ભાડુ પણ આપવામાં આવશે.એમ જણાવાયુ છે.ઉલ્લેખનીય છેકે ખાણ અસરગ્રસ્ત ગામો માં પ્રોજેક્ટ સામર્થ્ય અંતર્ગત તાલીમ કેન્દ્રો કાર્યરત થશે.જેમાં રાજપારડી ના આ કાર્યક્રમ હેઠળ કુલ ૩૩ જેટલા ગામોને આવરી લેવાશે,જેમાં રાજપારડી માધવપુરા ભીમપોર મોટાસોરવા રુપણિયા સમરપરા આમલાખાડી રજલવાડા ધોલી કપાટ કાંટોલ સારસા બોરીદ્રા ઇન્દોર વેલુગામ કાકલપોર રુંઢ ટોઠિદરા તરસાલી પોરા માલજીપરા ભુરી આમોદ પડાલ પડવાણીયા ડમલાઇ કદવાલી માલીપીપર પીપલપાન ચોકી જેસપોર કુંવરપરા પાણેથા ગામોનો સમાવેશ થાય છે.રાજપારડી પંથકના ગામોના બેકાર યુવકો ટેકનિકલ તાલીમ લઇ પગભર થાય તેમાટે આ પ્રોજેક્ટ સામર્થ્ય નો કાર્યક્રમ યોજાશે.
રાજપારડી ગામે પ્રોજેક્ટ સામર્થ્ય અંતર્ગત યુવાનો માટે મફત તાલીમ યોજાશે કુલ ૩૩ જેટલા ગામોના યોગ્ય ઉમેદવારો લાભ લઇ શકશે
Advertisement