Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગૌચરની જમીન પર દબાણ બાબતે કોડવાવના ગ્રામજનોનું ક્લેકટરને આવેદન

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કોડવાવ ગામના રહીશો દ્વારા આજરોજ ગામની ગૌચરની જમીન પર કરાયેલ ગેરકાયદેસર દબાણ અંગે ભરૂચ ક્લેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ગામની ગૌચરની જગ્યા ઉપરથી તાકીદે દબાણ દૂર કરવા માંગણી કરવામાં આવી છે.
મોજે કોડવાવ તા.નેત્રંગના ખાતાનં.107 સર્વે નં.-41 ની જમીન 1950 થી ગામતળ તેમજ ઢોરચરણ માટે તેમજ ગામની સ્મશાન ભૂમિ તરીકે વપરાશ કરવા માટે ઉપયોગ કરવા માટે સરકારશ્રી દ્વારા જે તે સમયે ફાળવવામાં આવેલી હતી અને જેનો વહીવટ સમસ્ત ગામના વહીવટકર્તા હસ્તક હોય અને તેઓ મનસ્વી રીતે અને તંત્ર સાથે સાંઠ ગાંઠ કરીને ગામ લોકોની સમતી વગર આ જમીનના માલિક બની જતાં ગ્રામજનોએ ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરાવવા તેમજ કલેક્ટરશ્રીએ કરેલ હુકમ રદ કરવા તથા મામલતદારશ્રી ઝેધડિયા દ્વારા જમીન માલિક અંગે પાડવામાં આવેલ ફેરફાર નોંધ રદ કરવાની માંગણી કરેલ છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જમીનના ગેરવહીવટદારોએ મહેસૂલ વિભાગના અધિકારી તથા બાંધકામ વિભાગના અધિકારી સાથે સાંઠગાંઠ કરી જે ફેરફાર નોંધ- 354, 355, 350, 171 રેકર્ડમાં દાખલ કરી છે. જે જમીન રેકર્ડ સાથે ચેડાં કરેલ છે. તે સજા પાત્ર હોય કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Advertisement

Share

Related posts

વલસાડ રૂરલ પોલીસ દ્વારા બુટલેગરો પર કાયદાનો માર

ProudOfGujarat

નૂતન કેળવણી મંડળ સંચાલિત ધી દીવાન ધનજીશા હાઇસ્‍કુલ ઝઘડીયાના શતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી

ProudOfGujarat

રાજપીપલા : રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ડાંગર, મકાઇ અને બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!