ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ સુફી સંત હઝરત બાવાગોર ની દરગાહ નો ચસ્મો (પાણી નો કુંડ)વધાવવાની ધાર્મિક વિધી આજરોજ કરવામાં આવી. ઉલ્લેખનીય છેકે આ ચસ્મો એટલેકે પાણીનો કુંડ હઝરત બાવાગોર દાદાના સમયથી ૮૦૦ વર્ષોથી ઝગડિયાથી થોડાજ કિલોમીટર રાતનપોર ગામની અંદર અંદાજિત ત્રણ કિલોમીટર પહાડો ની વચ્ચે સુંદર હરિયાળી વિસ્તારમાં પર આવેલ છે.દરવર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે ફુલ ધાણી અને નાળિયેર થી પરંપરાગત ચસ્મો વધાવવાની રસ્મ અદા કરવામાં આવે છે. આ પ્રસંગે હઝરત કમાલુદ્દિન બાબા-વડોદરા અને અત્રેના સજ્જાદાનશીન હઝરત જાનુબાપુ ની ઉપસ્થિતિ માં દરવર્ષે ચસ્મો વધાવવાની વિધિ અદા કરવામાં આવે છે.
આજરોજ તા.૨૬ મી સપ્ટેમ્બર ના રોજ ચસ્મો વધાવવાના દિવસે ભરૂચ જિલ્લા સહીત ભારતભરમાંથી મુસ્લિમ શ્રધ્ધાળુઓ સહીત હિન્દૂ શ્રદ્ધાળુ પણ મોટી સંખ્યા માં આ દરગાહના દર્શનાર્થે ઉમટ્યા હતા.ચસ્મો વધાવવાના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે.. જ્યાં મોટી સંખ્યા માં લોકો દર્શન સાથે મેળા નો પણ આનંદ માણે છે.
દરગાહના ટ્રસ્ટીઓ જાનુબાપુ ઇસ્માઇલભાઇ અનેદરગાહ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ સહુનો આભાર માનવામાં આવ્યો હતો.. ઝાકીરભાઇ તેમજ વ્યવસ્થાપકો દાદુમિયા જુમ્મામિયા અબ્દુલશકુર અને યાસીનમિયા દ્વારા સુંદર વ્યવસ્થા નું આયોજન કરવામાં આવ્યુ હતું.
રાતનપોર પાસે રમણીય વિસ્તાર માં આવેલા બાવાગોર દરગાહ નો ચસ્મો વધાવવામાં આવ્યો દરગાહ ના પહાડ પર ભવ્ય મેળો ભરાયો.
Advertisement