ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે કુમાર શાળામાં વાલી મીટીંગ અંતર્ગત વાલીઓ અને શિક્ષકો વચ્ચે રમત ગમત સ્પર્ધા યોજાઇ હતી.જેમાં પિરામિડ બનાવવાની તેમજ દોડની સ્પર્ધા યોજાઇ હતી.ઉપરાંત મેજીક બસ ઇન્ડિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા શાળાના બાળકોની ઘેરથી બનાવીને લાવેલ વાનગીઓ ની સ્પર્ધા રાખવામાં આવી હતી.જેમાં શાળાના આચાર્ય જ્યોતિબેન પટેલ તેમજ અન્ય શિક્ષકો ડિનલબેન,યુગભાઇ અને જિજ્ઞાસાબેન ના માર્ગદર્શન હેઠળ બાળકોએ વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો.પ્રથમ ૩ ક્રમે આવેલ વિજેતાઓ ને પ્રોત્સાહિત કરાયા.આ ૩ વિજેતાઓ માં ૧)વસાવા જયેશભાઇ દાદુભાઇ ધો.૭ સરગવાના મુંઠિયાની વાનગીમાં,૨)વસાવા સતિષભાઇ સુભાષભાઇ ધો.૭ રોટલો અને ભાજીની વાનગીમાં જ્યારે ત્રીજા ક્રમે ધો.૮ ના વસાવા અંકિતભાઇ દશરથભાઇ હાંડવો ની વાનગી સાથે વિજેતા થયા હતાં.NGO મેજીક ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અન્ય ગામો માલીપીપર સારસા ઉંચેડિયા પીપલપાન દરિયા નવાટોઠિદરા વિ.ગામોની શાળાઓમાં પણ બાળકોની વાનગી હરિફાઇ યોજવામાં આવી હતી.
રાજપારડી કુમાર શાળામાં વાલી મીટીંગ અને વાનગી સ્પર્ધા યોજાઇ
Advertisement