ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિએ જાણે ઘોર નિંદ્રામાથી જાગી હીય તેમ લાંબા સમયગાળા બાદ આજે ભરૂચ શહેરની વિવિધ સમસ્યાઓના મુદ્દે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરનો ધેરાવ કરી હલ્લા-બોલ કરી સમસ્યાના સત્વરે નિવારણ અંગે માંગણી કરી હતી.
ભરૂચ શહેરની રોડ-રસ્તા તદ્દન બિસ્માર હાલતમાં છે પ્રજા ખૂબ જ હાલાકી ભોગવી રહી છે. સમગ્ર શહેરમાં ઠેર-ઠેર ખાડા પડી ગયેલ છે અને ન.પા.ના એંજિનિયરથી લઈ સમગ્ર તંત્રની અણઆવડત ગણો કે ભ્રષ્ટાચાર કોઈ પણ કારણ હોય જેના લીધે ભરૂચની પ્રજા મત આપીને દુ:ખ ભોગવી રહી છે. વળી, શહેરમાં યોગ્ય સાફ-સફાઈના અભાવે પારાવાર ગંદકી ફેલાયેલી હોય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત કોંગ્રેસે વ્યક્ત કરી છે. સાથો-સાથ ભ્રષ્ટાચાર અને કાઉન્સિલરો દ્વારા યોગ્ય કાર્યવાહી થતી ન હોય જેવા વિવિધ મુદ્દે આજે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરાયો હતો.
કોંગ્રેસ લાંબા-ગાળાની નિષ્ક્રિયતા બાદ સક્રિય થઈ હોય અને પ્રજા તેની પાસે સમસ્યાઓ અંગે ધણી મોટી અપેક્ષા રાખી રહી છે. તયારે માત્ર આવેદન અને ધરણાં કરીને સંતોષ માંથી અને ભ્રષ્ટાચારની વાટી કરતી કોંગ્રેસ કોઈ નક્કર કાર્યવાહી કેમ નથી કરતી? કેમ આજ દિન સુધી ભ્રષ્ટાચાર અંગે કોઈ ફરિયાદ દાખલ કરાઇ નથી ? કોઈ તપાસ સમિતિ નિમવાની માંગણી કરાતી નથી ? તતઃ કોઈ પણ સામાન્યસભાના ઠરાવનો રિવ્યુ માટે કેમ કાર્યવાહી નથી કરી ? જેવા અનેક સવાલો ભરૂચની પ્રજાના મનમાં ઉદ્દભવી રહ્યા છે.
ભરૂચ નગરપાલિકા ખાતે કોંગ્રેસનો હલ્લાબોલ
Advertisement