આજરોજ ભરુચ નગરપાલિકાના કર્મચારિઓ દ્વારા ધોળીકૂઈ ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે પથારા અને લારી-ગલ્લાવાળાના રસ્તા પરના દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરતાં તંત્રના આ પગલાં સામે સ્થાનિકો તેમજ પથારા લારી-ગલ્લાવાળાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને ‘તુંતું’ મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા.
ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓને સ્થાનિકો વચ્ચેની ઉગ્ર બોલાચાલી, ગાળાગાળીના પગલે પોલીસ ફરિયાદ પણ થાય તેવી સંભાવના છે.
એક તરફ આ લારી-ગલ્લાવાળાના દબાણો દૂર કરાય છે જયારે બીજી તરફ નગરપાલિકા 5:00 વાગ્યા પછી કામગીરી પૂર્ણ કરે છે ત્યારે શોપિંગ સેન્ટરોના પાર્કિંગમાં ગેરકાયદેસર ટેબલો ગોઠવી પાર્કિંગની જગ્યામાં જ ગ્રાહકોને ચા-પાણી નાસ્તો પીરસી દબાણ જમાવતા દુકાનદારો પર ક્યારે કાર્યવાહી કરશે ? શું તે પણ દબાણ નથી ? સાથોસાથ પાર્કિંગની જગ્યામાં ટેબલ ખુરશીઓ ખડકી દેવતા લોકો રસ્તા પર પાર્કિંગ કરે છે જેના પરિણામે શહેરમાં સાંજે ટ્રાફિકની સમસ્યા રહે છે. તો આ લારી ગલ્લાવાળા સાથો-સાથ આ દબાણ પર નગરપાલિકાએ ના દૂર કરવું જોઈએ ? ટ્રાફિક પોલીસે પણ કેસના દાખલ કરવો જોઈએ ? જેવી ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે.
નગરપાલિકાની દબાણ હટાવ કામગીરી સામે સ્થાનિકોએ બાંયો ચઢાવી.
Advertisement