ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
ભરુચ તાલુકાના હાઈવે નજીક આવેલાં અસુરીયા ઉમરાજ ગામ ની ખેતી ની સીમ માંથી આઠ ફૂટ નો અજગર પકડાવા પામ્યો હતો,અચાનક આ વિસ્તાર માં અજગર દેખાતા લોકો માં ભારે કુતુહલ સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર તા.૨૬ ના રોજ ભરુચ તાલુકા અસૂરિયા-ઉમરાજ ગામ ની ખેતી ની સીમ માં આવેલાં ખેતર માં માછલીઓ પકડવાની જાળ માં અજગર ફસાયો હોવાની માહિતી ફોરેસ્ટર કેદેશ્વર પાટીલને સાંજે ૫વાગ્યાં નાં સુમારે મળી હતી.
ભરુચ વન વિભાગ દ્વારા ભરુચ ફ્રેન્શ ઓફ એનિમલ તથા કામધેનુ ગૌ રક્ષા સમિતિ નાં સભ્યો મુશળધાર વરસાદ માં સ્થળ ઉપર પીહચી અજગર ને જાળ માંથી મુક્ત કર્યો હતો. હાલ માં અજગર ને રેવા નર્સરી સ્થિત વન વિભાગ દ્વારા ઓબ્ઝર્વેશન માં રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે પાલેજ ની હાઇવે પર ની બન્ધ હોટલ માંથી મગર પકડાયો હતો.
વરસાદ નાં પાણી ખેતી ની સીમ માં ઓસરી જતાં વન્ય જીવો મગર,અજગર,સાપ સુપર જાહેર માં દેખા દેતાં ખેતરો માં ખેડૂતો ની હાલત કફોડી બની રહી છે.