ભરૂચ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે બે સ્થળે મકાન ધરાસાઈ થવાની ઘટનાઓ બનતા ફાયર વિભાગ દોડતું થયું હતું,શહેરના સૈયદવાડ નજીક ખાટકીવાડ વિસ્તારમાં એક મકાનની દીવાલ ધરાસાઈ થઇ હતી જે ને લઇ દોડધામ મચી હતી જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
બીજી ઘટના શહેરના બળેલી ખો વિસ્તાર ખાતે બની હતી જેમાં એક મકાન ધરાસાઈ થતા ફાયર વિભાગે સ્થળ ઉપર પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી હાથધરી હતી.આમ વરસાદી વાતાવરણ વચ્ચે ને સ્થળે બનેલ ઘટનાઓમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
Advertisement