હાંસોટ ના મોસ્ટ વોન્ટેડ આરોપી જુબેર ધડિયાળી ની વડોદરા રેન્જ આઇજીની ટીમે ધરપકડ કરી હતી, તે સમયે આરોપી તેમજ તેના સાગરીતોએ પોલીસ પર હુમલો કર્યો હતો, અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે આરઆરસેલની ટીમે જુબેરને ઝડપી લઈને જેલ ભેગો કરી દીધો હતો. તેમજ પથ્થરમારા ના ગુનામા ચાર ને પણ અટકમા લીધા હતા.
હાંસોટ, સુરત, નવસારી, વલસાડ જીલ્લાનાં અનેક ગુનાઓને અંજામ આપનાર અને હત્યા, અપહરણ , રાયોટીંગ, હથિયારોની લેવડદેવડ ઉપરાંત ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં નાશતા ફરતા જુબેર ઘડિયાળી ને વડોદરા રેન્જ આઇજીની વિશેષ ટીમે હાંસોટ માંથી ધરપકડ કરી હતી. તેમજ પોલીસ પર હુમલો કરવા બદલ પોલીસે તેના ચાર સાગરીતો મહંમદ હુસેન ગુલામસહુસેન શેખ, ઈરફાન યુનુશ શેખ અને ઈરફાન ફારૂક શેખતથા એક અન્ય ની પણ ધરપકડ કરી હતી. તો અન્ય 20 લોકો સામે હાંસોટ પોલીસ મથકમાં ગુનો નોધવામા આવ્યો હતો.
ભરૂચ જિલ્લા પોલીસવડા સંદીપ સિંઘે આ અંગે જણાવ્યુ હતુ કે પોલીસ જુબેરની ધરપકડ બાદ તેના ઘરમાં તલાસી લેતા ધરમાથી પોલીસને દેશી બારબોરનો કટ્ટો નંગ – 1, તથા કાર્ટીસ નંગ – 3, પિસ્તોલ નંગ -1, તથા કાર્ટીસ નંગ – 1 તેમજ પિસ્તોલ USA નંગ – 1 અને કાર્ટીસ નંગ – 3,પિસ્તોલ મેગેજીન નંગ -1 તથા રાઉન્ડ નંગ – 5 હથિયારો મળી આવ્યા હતા.
પોલીસ દ્વારા જુબેરને કોર્ટમાં રજુ કરીને તેના રિમાન્ડ મળેવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રીમાન્ડ દરમિયાન અન્ય ચોકાવનારી વિગતો બહાર આવે છે તે જોવુ રહયું.