>કરજણ ::કરજણ તાલુકાના વલણ ગામમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઇ હતી, જેમાં જનમેદની ઉમટી પડી હતી. આગામી ત્રીજી નવેમ્બરે યોજાનારી કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક કરી મતદારોને રીઝવવા નો પ્રયાસ કરી રહ્યા છે. જે અંતર્ગત શનિવારે રાત્રીના કરજણ તાલુકાના વલણ ગામમાં કોંગ્રેસ ની જાહેર સભા યોજાઇ હતી જેમાં જનમેદની ઉમટી પડી હતી.કરજણ તાલુકાના વલણ ગામમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઇ હતી, જેમાં જનમેદની ઉમટી પડી હતી…
જાહેર સભામાં ઉપસ્થિત કોંગ્રેસના વિવિધ વકતાઓએ જનમેદનીને સંબોધન કર્યું હતું. કોંગ્રેસના ડૉ. જીતુ પટેલે જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે કેટલાક વેચાયેલા માલને લઈને કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી થોપાઈ છે. આ ચૂંટણી નથી પરંતુ આ યુદ્ધ દેશની આઝાદીના જતન માટેનો યજ્ઞ છે. એમ તેઓએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આપને એક સાથે થઇ કોંગ્રેસને મત આપી જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી.ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે
સરદાર ડેમનો પાયો ૧૯૬૧ માં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ એ નાખ્યો હતો અને ચીમનભાઈ પટેલે પૂર્ણ કર્યો હતો. તે ડેમ હોડકા અને વિમાનો ઉડાડવા માટે ન હતો પણ ખેડૂતોની તૃષા છીપાવવા માટે હતો એના બદલે તમાશો કર્યાનો ભાજપ પર આક્ષેપ કર્યો હતો. રાજીવ ગાંધીએ ક્રાન્તિ કરી મનમોહનસિંહે અર્થતંત્રને સ્થિર રાખી આર્થિક ક્રાન્તિ કરી વલણ ગામ આવનારા ગુજરાતના પરિવર્તન નું વલણ છે એમ તેઓએ જણાવ્યું હતું.
ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ અશોક પંજાબી એ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે આ દેશની ધરતી પર કિસાનો માટે કોંગ્રેસે આંદોલન કર્યું હતું. છેલ્લા ૧૫ – ૨૦ વર્ષોથી હું જોઈ રહ્યો છું કે વલણ ગામનું વલણ એક જ છે જે સતત કોંગ્રેસને મત આપતું રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. કેવડીયા માં નવા બાબા આવ્યા છે. એક તરફ બેરોજગારી વધી રહી છે બીજી તરફ બાબાની દાઢી વધી રહી છે કરોડોના ખર્ચાઓ થઇ રહ્યા હોવાના આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ દેશને આગળ લાવ્યું હતું જ્યારે ભાજપ દેશને તોડી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. ભાજપની વિચારધારા ખરાબ હોવાના પણ આક્ષેપો કર્યા હતા. મત આપી કોંગ્રેસને જીતાડવા અપીલ કરી હતી. સભામાં ખુર્શીદ સૈયદ, કિરીટસિંહ જાડેજા, નારણભાઇ રાઠવા, અશોક પંજાબી, સિધ્ધાર્થ પટેલ, પ્રિમલસિંહ રણા, સંદીપ સિંહ માંગ રોલા, સુલેમાન પટેલ, મુબારક પટેલ તેમજ કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…
:- યાકુબ પટેલ.. કરજણ…