છેલ્લા ધણા સમયથી ભરૂચના ‘એ’ ડિવિઝન પોલીસ વિસ્તારમાં વધી રહેલ ગુન્હાખોરીનું પ્રમાણ અને પોલીસની સતર્કતાનો અભાવ કે ઢીલી નિષ્ક્રિય કામગીરીના કારણે ડી.વાય.એસ.પી ની સૂચના અન્વયે ભરૂચ ‘એ’ ડિવિઝન ઇ.પી.આઈ યાદવે ‘એ’ ડિવિઝન ‘ડી’ સ્ટાફનું વિસર્જન કરતાં પોલીસ વડામા ખળભળાટ મચી જવા પામ્યો છે અને પી.આઇ. દ્વારા એક આવકાર્ય પગલું ભરવામાં આવ્યું છે.
‘ડી’ સ્ટાફનું વિસર્જન થયા બાદ હવે આ કામગીરી કડક અમલવારી કોણ કરાવશે ? એ પણ એક પ્રશ્ન છે ? એક તરફ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રેગ્યુલર પી.આ ક પૂરતો ચાર્જ આપી કામગીરી કરાવતી હોય જેના લીધે ‘ડી’ સ્ટાફને યોગ્ય માર્ગદર્શન ન મળવાથી ઢીલી કામગીરી થઈ કે કોઈ પણ કારણ હોય ‘એ’ ડિવિઝન ‘ડી’ સ્ટાફને વિસર્જન કરી દેવાયો છે ત્યારે શું આજ પોલીસ કર્મીઓને યોગ્ય માર્ગદર્શન અને સૂચના આપી કામગીરી ન કરાવી શકાય ? વળી, જયારે કોઈ પણ પ્રકારે ઢંઢેરો પિટાઈ કે ઉપલા અધિકારીના કાને અવાજ જાય ત્યારે જ કેમ તંત્ર એકશનમા આવે છે ? ત્યાં સુધી શું ઉપલા અધિકારીઓ પણ નિંદ્રામાં જ હોય છે ? શું હવે આ કામગીરી રસ દાખવીને એલ.સી.બી. પાસે કરાવશો ? કે વળી કેટલાક અસમાજિક તત્વો વચ્ચે ધર્ષણ ચાલતું હોય અને કોઈ અનીચ્છનીય ઘટના કે ગુન્હો બને તેની રાહ જોવાય છે. જો કોઈ અ છનીય બનાવ બને તેની જવાબદારી કોણ લેશે ?
એક તરફ સમગ્ર જીલ્લામાં ધણા પી.આઇ ની જગ્યાઓ ખાલી પડેલી છે અને ભરૂચ ‘એ’ ડિવિઝનના પી.આઇની જગ્યા પણ ખાલી હોય એ’ ડિવિઝન રેગ્યુલર પી.આઇ ની માંગ પણ ભરૂચ શહેરની જાણતા કરી રહી છે અને જે ઢીલી કામગીના કારણે ‘ડી’ સ્ટાફનો ભોગ લેવાયો તે કામગીરી પોલીસ કડક રીતે કરાવશે ? જેવી અનેક અટકળો પ્રજામાં થઈ રહી છે.
વળી, ઉપલા અધિકારીશ્રીઓની કામગીરીમાં પણ નિષ્ક્રિયતા ઢીલ હોય તો જ નીચેના કર્મચારિયો ઢીલા હોય જેવી ચર્ચાએ ભરૂચ શહેરમાં જોર પકડ્યું છે.
ભરૂચ ‘એ’ ડિવિઝન ‘ડી’ સ્ટાફનું વિસર્જન : કડક અમલવારી કોણ કરાવશે ?
Advertisement