આલીયાબેટમાં એકસાથે 150 થી વધુ ધેટાંના મોત નિપજતા પશુ માલિકો ભારે આઘાતમાં શરી પડ્યા હતા. કુતરાઓએ કરેલ હુમલા 5 ઘેટા ઘવાયા બાદ દોડધામમાં એક પર એક ધેટા ચઢી જતા મોત નિપજ્યા હતા. ધેટાંના શ્વાસ રુંધાવાના કારણે મોતનું પશુપાલકાઓનું અનુમાન લગાવી રહ્યા છે. 3 ગામના 5 પશુપાલકોને અંદાજિત 10 લાખ ઉપરાંતનું નુકશાન થયાનું જણાવી રહ્યા છે.
હાંસોટ નજીક આલીયાબેટ વિસ્તારમાં અંકલેશ્વર તાલુકાના તરીયા, જુના ભાઠા, અને સજોદ ગામના 5 જેટલા પશુપાલકો ચોમાસા દરમિયાન 450 થી વધુ ધેટાં- ધેટીનું ઝુંડ લઇ આલીયાબેટ ખાતે ગયા છે. જ્યા આજરોજ ત્યાં રહેતા કુતરાઓએ ધેટાંના ટોળા પર હુમલો કર્યો હતો. જેમાં 5 ધેટાંને ફાડી ખાધા હતા. આ દરમિયાન ટોળું દોડધામ મચી જતા એક પર એક ધેટાં ચઢી ગયા હતા.જેમાં ધેટાંઓ દબાય જતા તેમજ શ્વાશ રુંધાનતા ત્યાંજ 150 થી વધુ ધેટાંના મોત નિપજ્યા હતા
Advertisement