Proud of Gujarat
FeaturedGujaratINDIA

કારતક મહિનામાં આ સાત નિયમો પળવાથી ઘરમાં સદાય રહે છે લક્ષ્મીજીનો વાસ

Share

–કારતક માહિનામાં તુલસી પૂજનનું પણ અનેરું માતમ છે

–કારતક મહીનામા વાદ વિવાદ થી દૂર રહેવાની સલાહ આપેછે માતા લક્ષ્મીજી.

Advertisement

–દીપ દાનનું પણ કારતક માસમાં છે અનેરું મહત્વ.

હિન્દુશસ્ત્રો મુજબ કારતક મહીનો અતિશય પવિત્ર માનવમાં આવે છે. આ માહિનામાં કરવામાં આવતા વ્રત , તપ, ઉપવાસ, વગેરે મોક્ષની પ્રાપ્તિ આપવે છે. તેવું આપણી દંત કથાઓમાં લખાયેલું છે , કારતક મહિના દરમિયાન રાખવામા આવતા તપ, જપ ના નિયમો અતિ મહત્વના હોય છે, તેમજ જ્યોતિષ શસ્ત્રો મુજબ કહેવાય છે કે આ માહિનામાં જો તુલસીજી ની પૂજા કરવામાં આવે તો અતિ મહત્વના ફળ ની પ્રાપ્તિ થાય છે.

હિન્દુ શાસ્ત્રોનીદંત કથાઓમાં જોવા મળતા ઉલ્લેખ મુજબ કારતક મહિનો ભગવાનવિષ્ણુ-માતાલક્ષ્મીને અતિ પ્રિય છે, કારતક માસમાં તપ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે વિશેષ કરીને કારતક મહિનામાં તુલસીની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે આ મહિનામાં વિશેષ નિયમોનું પાલન કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે, તેમજ ભગવાન વિષ્ણુ-માતા લક્ષ્મીજીની કૃપા સદાય બની રહ છે.
આ માહિનામાં વિશિસ્ટરીતે મુખ્ય સાતનિયમો પાળવાના હોય છે

(1) તુલસીના છોડની પૂજા કરવી અને તેની સેવા કરવી , આ મહિનામાં તુલસી પૂજાનું મહત્વ અનેરું છે.
(2) કારતકમાહિનામાં જમીન પર ઊંઘવું જોઈએ, જમીન પર સુવાથી મન પવિત્ર રહે છે.
(3)કારતક માહિનામાં શરીરે તેલ મર્દનના કરવું .
(4) કારતક મહિના દરમિયાન દીવાદાનનું વિશેષ મહત્વ છે, કરતકમહિના માં દિવાદન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તેમજ નદી, ખાબોચિયા, તળાવ વગેરેમાં દીપદાનનું અનેરું મહત્વ છે.
(5) કારતક મહિનામાં દાળ ન ખાવી જોઈએ, કારતક માહિનામાં અડદ, મસૂર, તુવેર, ચણા, વટાણા, રાઈ ન ખાવા જોઈએ, તો માતા લક્ષ્મીજીની અસિમ કૃપા વર્ષે છે તેવું શસ્ત્રોમાં આલેખન મળે છે.
(6) કારતક મહિના દરમિયાન ગૃહસ્થાશ્રમિએ ખાસ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, આ માહિનામાં બ્રહ્મચર્યનું પાલન ન કરવું તે અશુભ માનવમાં આવે છે.
(7) કારતક માહિનામાં વાણી, વિવેક ચૂકવો નહીં અને સાયંમ રાખવો જોઈએ તેમજ જગડો અથવા વિવાદિત વાતાવરણ થી દૂર રહેવું જોઈએ. તો માતા લક્ષ્મીજી અતિ પ્રસન્ન થાય છે.

કારતકમહિનામાં આ નિયમોનું પાલન કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેમજ ઘરમાં નવી હકારાતમ્ક ઉર્જા પ્રવેશે છે તેવું હિન્દુ શસ્ત્રોના ગ્રંથોમાં લખાયેલું છે.


Share

Related posts

જલજીવન મિશન : નર્મદા જિલ્લાનું કોઈ પણ ઘર પીવાનાં પાણીના નળ જોડાણ વિનાનું ન રહે તે માટે વાસ્મો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

અંક્લેશ્વર GIDC બસ સ્ટેશન પાસેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

આમોદ તાલુકાનાં આછોદ ગામે ફરી એક કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!