ભરૂચ ખાતે વિવિધ સંસ્થાઓ સંગઠનો કે રાજકીય પક્ષો મળીને બંધારણની પ્રસ્તાવના માં જે ધર્મનિરપેક્ષ સમાજવાદી લોકતંત્રની જે કલ્પના કરવામાં આવી છે જેના મુદ્દે એક ચિંતન શિબિરનું આયોજન રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા ભરૂચના શેરપુરા ખાતે આવેલ ઈકરા ઇસ્લામિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાની, ડૉ. બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશરાવ ભીમરાવ આંબેડકર, જિલ્લાપંચાયત ના ઉપપ્રમુખ અને અનિલભાઈ ભગત, બહેચરભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જીગ્નેશ મેવાણી એ ભાજપ સરકાર અને આર.એસ.એસ. પર પ્રહારો કરતા જણાવેલ કે, અર્થતંત્ર જેટલું ખાડામાં જશે એટલું જ આ લોકો મંદિર અને મસ્જીદ, હિન્દૂ અને મુસલમાનની વાત કરશે તેમ જણાવી તીખા પ્રહાર કર્યા હતા
Advertisement