બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ગત ૨૬ તારીખ ની સાંજ ના સમયે ભરૂચ ના તુલસીધામ વિસ્તાર માં આવેલ શ્રી રંગ કૃપા સોસાયટી ના મકાન નંબર એ ૭૧ માં છેલ્લા કેટલાક સમય થી ભાડા નું મકાન રાખી રહેતા અને ખાનગી કંપની માં નોકરી કરતા જગદીશ ભાઈ સોલંકી તેઓ ની પત્ની વંદના અને બે બાળકો-પુત્રી રૂપાલી અને પુત્ર વેદાંત સાથે રહેતા હતા તેઓ એ કોઈ અગમ્ય કારણોસર પત્ની અને તેઓ ના બે નાના બાળકો ને તીક્ષણ હત્યાર ના ઉપરા છાપરી ઘા મારી બાળકો સહીત પત્ની ની હત્યા કરી પોતે આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું હાલ માં ઘટના બાદ થી પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે…
તો બીજી તરફ હાલ માં વડોદરા ની હોસ્પિટલ માં સારવાર લઇ રહેલા જગદીશ નું નિવેદન લેવાની પોલીસ દ્વારા તજવીજ ચાલી રહી છે ત્યારે અંગત સૂત્રો પાસે થી જાણવા મળ્યા મુજબ સમગ્ર ટ્રિપલ મર્ડર ની ઘટના શેર ના સોદા માં મોટી ખોટ ખાડી હોવાથી આર્થિક ભીંસ માં આવવા ના કારણે પતિ એ પત્ની અને બે બાળકો ની હત્યા કરી પોતે આત્મ હત્યા કર્યા નું હાલ પૂરતું પ્રાથમિક અનુમાન સમગ્ર પ્રકરણ માં લગાવાઈ રહ્યું છે..જોકે સમગ્ર હત્યા કાંડ નું ચોક્કસ કારણ જગદીશ નું હોશ માં આવ્યા બાદ જ પોલીસ ચોપડે નોંધાય તે નિવેદન ઉપર થી જ કહી શકાય તેમ છે…