ભરૂચનાં ધારાશાસ્ત્રીઓ દ્વારા આજે રાષ્ટ્રપતિને સંબોધીને લખાયેલા આવેદનપત્રમાં ભારતના બંધારણનાં મૂળભૂત હકકો વિરુદ્ધ CAA અને NRC નાં કાયદા હોવાથી તેને રદ કરવાની માંગણી કરી હતી. આજરોજ ભરૂચનાં ધારાશાસ્ત્રી એવા પ્રદ્યુમનસિંહ સિંધા, ઇકબાલ વ્હોરા, ફહિમ સૈયદ, સુલેમાન દોલા, ભરતભાઇ પરમાર, અરવિંદ દોરાવાલા, જગદીશ પરમાર, હિરેન ખારવા, રાકેશ ગોહિલ, જેમ્સ જુબેદા સહિતનાં અસંખ્ય વકીલો દ્વારા આજે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં હાલની સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ CAA નો કાયદો એ ભારતનાં બંધારણમાં અનુચ્છેદ 14,15,20,21 નાં મૂળભૂત હકકો વિરુદ્ધનો કાયદો છે. દેશમાં રહેતા કોઈપણ વ્યક્તિને જાતિ કે ધર્મ આધારિત અપાયેલ મૂળભૂત હકકો વિરુદ્ધનો આ કાયદો છે ભારતએ મહાન બંધારણને પગલે વિશ્વમાં અનેક સિદ્ધિઓ મેળવી છે. આ કાયદોએ હિન્દુઓમાં વર્ચસ્વવાળા રાષ્ટ્રની વિશાળતાનો નાશ કરતો કાયદો છે. ધર્મ આધારિત નાગરિત્વ આપવું બંધારણની વિરુદ્ધ છે. CAA એ ભારતીય રાષ્ટ્રનાં ધર્મની ઉપેક્ષતાનાં ગુણની વિરુદ્ધ છે માટે આ કાયદાનો વિરોધ અમો ધારાશાસ્ત્રીઓ કરીએ છે અને કાયદો રદ કરવાની માંગણી કરીએ છે.
ઇન્ટરવ્યુ : 1 પ્રદ્યુમન સિંહ બાર એસોસિયેશન પ્રમુખ
2 સુલેમાન દોલા સિનિયર વકીલ