ભરૂચ જીલ્લામાંથી પસાર થતી નર્મદા નદી સહીત રાજ્યની અન્ય નદીઓમાં સુએજનું ગંદુ પાણી બંધ કરાવવા માટે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીલ્લાની નગરપાલિકાઓને, જીપીસીબીને, થતા રાજ્ય સરકારને નોટીસ આપવામાં આવી છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તાજેતરમાં અપાયેલા ચુકાદાના સંદર્ભમાં આ કાર્યવાહી કરવા માટેની માંગણી કરવામાં આવી છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે પણ આપેલ ચુકાદાનું પાલન કરવા અને અપાયેલ મુદ્દત એટલે કે માર્ચ ૩૧,૨૦૨૦ સુધીની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “ નર્મદા નદી સહીત રાજ્યની અને દેશની નદીઓમાં શહેરો અને ગામડાઓનું સુએજ તેમજ ઓદ્યોગિક વસાહતો નું ગંદુ પાણી નદીઓમાં જવાથી નદીઓ પ્રદુષિત થઈ છે. જે હકીકત સરકારની જ વિવિધ એજન્સીઓએ પણ કબુલ કર્યું જ છે. જેનાથી ભૂગર્ભ જળ પણ પ્રદુષિત થયા છે અને પર્યાવરણ પર ગંભીર અસર થઈ રહી છે જે બાબતની પર્યાવરણ સુરક્ષા સમિતિની સુપ્રીમમાં થયેલ અરજીના સંદર્ભમાં તારીખ ૨૨-૨-૨૦૧૭ ના રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં હયાત સુએજ ટ્રીટમેન્ટની વર્તમાન પદ્ધતિઓમાં બદલાવ કરવા તેમજ નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આયોજન માટે હુકમો કરવામાં આવ્યા હતા. એજ રીતે ઓદ્યોગિક વસાહતો માટે નવા FETP બનાવવા બાબતે દિશા નિર્દેશો આપવમાં આવેલ હતા અને ચુકાદા મુજબ થયેલ કાર્યવાહીનો અને વર્તમાન પરિસ્થિતિનો રીપોર્ટ ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં કરવાનો છે. નવા હુકમ મુજબ કસુરવાર નગરપાલિકાઓ કે પંચાયતોને પણ ૫ થી ૧૦ લાખ સુધીના દંડનો હુકમ પણ થયેલ છે. ૨૦૧૭ ના સુપ્રીમ કોર્ટના હુકમ મુજબના નિયત સમય મર્યાદામાં ઓદ્યોગિક પ્રદુષિત પાણી અને શહેરોના સુએજના પ્રદુષિત પાણીનો નદીમાં થતા નિકાલને બંધ કરાવવા માટે તંત્ર દ્વારા યોગ્ય જરૂરી પગલા લેવામાં આવ્યા ના હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.હાલમાં લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે 2018 માં દેશની 351 નદી પ્રદુષિત હોવાની યાદી પ્રસિદ્ધ કરાય હતી જેમાં ગુજરાત રાજ્યની 20 નદી પ્રદુષિત હોવાનું જાહેર કરાયું હતું જે પૈકી ભરૂચ જિલ્લાની નર્મદા નદી,આમલાખાડી તેમજ અમરાવતી નદી પણ જાહેર કરી હતી.
નર્મદા નદી સહીત રાજ્યની નદીઓમાં જતું સુએજનું પાણી બંધ કરાવવા ઉચ્ચ સ્તરીય લેખિત રજૂઆત.
Advertisement