ભરૂચના ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી સંલગ્ન પરમલોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ભરૂચની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે સૂર્યગ્રહણને જોવા માટે ખાસ આયોજન ગોઠવવામાં આવ્યું હતું. આજના સૂર્યગ્રહણને નિહાળવા સલામત સોલર ફિલ્ટર ચશ્મા દ્વારા અંદાજે 500 જેટલા વિદ્યાર્થીઓએ આ અભૂતપૂર્વ સૂર્યગ્રહણની ધટનાને નિહાળી હતી. પરમલોક વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞોએ આ સૂર્યગ્રહણ અંગે વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક રીતે સૂર્યગ્રહણની માહિતી આપવામાં આવી હતી.
Advertisement