Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરમાં પેસેન્જર રીક્ષાઓમાં હાથ ચાલાકી કરી પેસેન્જરોનાં પૈસા, દાગીના, મોબાઈલ સહિતની કિંમતી ચીજવસ્તુઓની સીફફતાઈ પૂર્વક તફડંચી કરતી પોપટ ગેંગને એ.ડિવીઝન પોલીસે કબ્જે કરી છે.

Share

ભરૂચ એ.ડિવીઝન પોલીસ મથકના પી.આઇ.એ.કે.ભરવાડ અને તેમની પોલીસ ટુકડી દ્વારા આજરોજ પોપટ રીક્ષા ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. આ પોપટ રીક્ષા ગેંગ ભરૂચ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરતી પેસેન્જર રીક્ષાઓમાં મુસાફરનાં સ્વાંગમાં બેસી અન્ય પેસેન્જરોનાં પૈસાનાં પાકીટ, સોના ચાંદીના દાગીના કે મોબાઈલ સહિતની કિંમતી ચીજવસ્તુઓ સિફફતાઈ પૂર્વક ચોરી લેતા હતા.
આ અંગેની નકકર બાતમીના આધારે ભરૂચ એ.ડિવીઝન પોલીસની ટુકડીએ એક રિક્ષા નં.જી.જે-05-BW-4691 ને શક્તિનાથ સર્કલ ખાતેથી ઝડપી પાડી હતી અને એક આરોપી જાવેદ મોહંમદ શબ્બીર અબ્બાસ શેખ રહે.ભેસ્તાન, સુરત ને ઝડપી પાડયો હતો. ઝડપાયેલા આરોપીએ ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર રિક્ષામાં બેસેલ એક મુસાફર પાસેથી એક સોનાની ચેઇન કાઢી લીધાની કબૂલાત કરી હતી.
ભરૂચ એ.ડિવીઝન પોલીસના મતે આ પોપટ રીક્ષા ગેંગના માણસો છેલ્લા ધણા સમયથી રીક્ષાના પેસેન્જરોના ખીસ્સામાંથી વસ્તુ પૈસા સિફફતાઈ પૂર્વક કાઢી લેતા હતા અને બાદમાં મુસાફરોને અધવચ્ચે ઉતરાઇ નાશી જતાં હોવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતા હતા. એ.ડિવીઝન પોલીસે આ આરોપીની સધન પૂછપરછ હાથ ધરી ગેંગના અન્ય સાગરીતોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ, અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદી માહોલ જામ્યો.

ProudOfGujarat

દિવ સાઉદવાડી ખાતે સરકાર દ્વારા ફેન્સીંગ મારવામાં આવતા ખેડૂતો અને પ્રશાશન વચ્ચે હોબાળો…..!!!!

ProudOfGujarat

અંકલેશ્વરમાં છઠપૂજાની પરપ્રાંતિયો દ્વારા ઉજવણી કરાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!