Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સબજેલમાં પત્નીની હત્યા કરનાર આરોપીએ ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતાં પોલીસબેડામાં દોડધામ મચી જવા પામી હતી.

Share

હજુ હમણાં જ અંકલેશ્વરનાં રાજપીપળા રોડ સ્થિત પદમાવતી નગરમાં આશાદેવી નામની પરિણીતાને તેના પતિ દિલદારસિંહ આડા સંબંધની શંકામાં મોતને ધાટ ઉતારી દીધી હતી. જોકે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે તુરંત હત્યારા પતિની અટકાયત કરી હતી અને તે ભરૂચની સબજેલમાં કેદ હતો.દરમ્યાન આજરોજ મળતી અત્યંત આધારભૂત માહિતી પ્રમાણે પત્નીની હત્યા કરનાર આરોપી દિલદારસિંહ આજરોજ સબજેલની બેરેકમાં જ ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતા જેલ સત્તાધીશોમાં નાશભાગ મચી જવા પામી હતી.બનાવ અંગેની જાણ થતાં જ ભરૂચ બી.ડિવિઝન પોલીસ સબજેલ ખાતે દોડી ગઈ હતી અને મૃતક કેદીના લાશનો કબ્જો મેળવી તેને પોસમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. સબજેલની બેરેકમાં જ એક કેદીએ ગળે ફાંસો ખાઈ આપધાત કરતાં સબજેલમાં કેદીની સલામતી અંગે અનેક તર્ક વિતર્કો ઊભા થવા પામ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ કલેકટર કચેરી ખાતે આંગણવાડી બહેનો એ સુત્રોચ્ચાર અને નારાબાજી સાથે વિરોધ પ્રદર્શન કર્યુ.

ProudOfGujarat

પાલેજ ખાતે ગિરનાર કાઠિયાવાડી હોટલનું સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે ઉદઘાટન કરાયું

ProudOfGujarat

ઝઘડિયાના તવડી ગામે લગ્નમાં કેમ બહુ નાચતો હતો એમ કહીને એક ઇસમને માર માર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!