Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝારખંડમાં કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં બહુમત હાંસલ કરી લેતા ભરૂચ જીલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા હતા અને ફટાકડા ફોડી વિજયોત્સવની ઉજવણી કરી હતી.

Share

આજરોજ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થતાં તેમાં કોંગ્રેસ તેમજ જે.એમ.એમ.ના ગઠબંધનને બહુમત હાંસલ કરતાં ગુજરાતમાં પણ કોંગ્રેસનાં કાર્યકર્તાઓમાં નવું જોન ઉમેરાયું હતું. મહારાષ્ટ્રમાં સરકાર બન્યા બાદ ઝારખંડમાં પણ કોંગ્રેસ સરકાર બનાવશે ત્યારે ભરૂચ શહેર કોંગ્રેસનાં કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા અને ફટાકડાની આતશ બાજી કરી ઝારખંડના વિજયને વધાવી લીધો હતો.
આ ઉજવણી પ્રસંગે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ રણા, જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, રાજેન્દ્રસિંહ રણા, શકીલ અકુજી, યુસુફ બાનુ, અરવિંદ દોરાવાલા સહિત અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા જીલ્લામાં પ્રથમ રૂ.2 કરોડના ખર્ચે અતિ અદ્યતન આધુનિક ડિજિટલ લાઇબ્રેરી બનશે

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર ભરૂચના પનોતા પુત્ર અને સાંસદ અહેમદભાઈ પટેલ ઉમેદવાર તરીકે આવે તેવી સમગ્ર પંથકમાં તીવ્ર ઈચ્છા.લોકસભાના સભ્ય ન હોવા છતાં જે ભરૂચ સંસદીય મત વિસ્તારના વિકાસની ચિંતા કરે છે તેવા એહમદભાઈને ઉમેદવાર તરીકે ઇચ્છતા લોકો …

ProudOfGujarat

વ્યાજખોરી અટકાવવા સુરત પોલીસનું અભિયાન, ઓછા દરે લોન મેળવવા પોલીસ મધ્યસ્થી બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!