ભરૂચમાં આજરોજ શહેરના કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ જુમ્મા મસ્જિદ ખાતે બપોરના નમાઝ બાદ એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.જેમાં મુસ્લિમ સમાજ દ્વારા CAA તેમજ NRC ના કાયદાનો વિરોધ કરવા માટે મુસ્લિમ સમાજ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ છે.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થવાના છે ત્યારે ભરૂચના કતોપોર દરવાજા વિસ્તાર સહિત આ વિસ્તારમાં આવેલા બજારોમાં દુકાનદારોએ પોતાની રીતે સ્વયંભૂ દુકાનો બંધ રાખી આજના વિરોધને સમર્થન આપ્યું છે.તમામ વેપારીઓ દ્વારા પોતાની દુકાનો બંધ રાખવામાં આવી છે. અહીં આવેલા હિન્દુ-મુસ્લીમની દુકાનો સ્વયંભૂ બંધ રાખવા પહેલ કરવામાં આવ્યું છે જ્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા એ.ડિવિઝન અને બી.ડિવિઝનના વિસ્તારમાં પોલીસ દ્વારા કડક અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એટલું જ નહીં પણ જો કોઈ કાયદાનો ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની સુચના પણ આપી દેવામાં આવી છે.
ભરૂચ શહેર-જિલ્લામાં આજે CAA અને NRC ના કાયદા સામે વિરોધ કરતા કાર્યક્રમને પગલે કતોપોર દરવાજા વિસ્તારના હિંદુ-મુસ્લિમ દુકાનદારોએ દુકાન સ્વયંભૂ બંધ રાખી આજના વિરોધને સમર્થન આપ્યું છે.
Advertisement