Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના વાલીયા તરફથી નેત્રંગ કારમાં વિદેશી દારૂ લઈને અંકલેશ્વર આવી રહ્યા છે તેવી બાતમી એલસીબી પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન કારનો પીછો કરી બે બુટલેગરો ઝડપી તેમજ વિદેશી દારૂ અને રૂ 532001 કબજે કર્યા હતા.

Share

ભરૂચ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ સામે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ બુટલેગરો પર લાલ આંખ કરવામાં આવી છે. જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાંથી રોજ રોજ પાકી બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી લેવામાં આવી રહ્યો છે.જેને પગલે હાલ બુટલેગરો દ્વારા અવનવી તરકીબો જમાવીને વિદેશી દારૂ બુટલેગરો સુધી પહોંચાડીને પીનારાઓનો શોખ પૂરો કરી રહ્યા છે. ત્યારે આજે જિલ્લા પોલીસ વડા દ્વારા પાકી બાતમીના આધારે અંકલેશ્વરમાં વિદેશી દારૂ ભરેલી કાર આવી રહી હોવાનું જાણ થતાં જ પોલીસ વોચ ગોઠવી હતી. વાલીયા અંકલેશ્વર રોડ ઉપર એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન કોરોલા કાર દેખાતા તેને રોકવાનો ઈશારો કરતા તેને અહીં રોકાતા પોલીસે તેમનો પીછો કર્યો હતો. આ દરમિયાન જીઆઇડીસીમાંથી પોલીસે કાર રોકીને તપાસ કરતાં કારની પાછળની સીટ ઉપર નીચે બનાવેલા ચોર ખાનાઓમાં વિદેશી દારૂ છુપાવ્યો હતો. પોલીસે 320 બોટલ કિંમત રૂપિયા 32000 તેમજ કાર કાર મળી કુલ રૂપિયા 532500 મુદ્દામાલ કબજે કરી ધર્મેશ ઉર્ફે ધમો દશરથ વસાવા રહેવાસી ચીકલોટા નેત્રંગ તેમજ અરવિંદ જમના પસાદ શુક્લા રહેવાસી રાધાકૃષ્ણ રેસીડેન્સી આઈટીઆઈની બાજુમાં અંકલેશ્વર તેઓને ઝડપી લીધા હતા અને દારૂ ક્યાં આપવા જઈ રહ્યા હતા કોનો દારૂ હતો તેની તપાસ માટે જીઆઇડીસી પોલીસ મથકમાં તેમને સોંપવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકો પર થતાં અત્યાચાર અટકાવવા મૂળ નિવાસી સંઘ એ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે દિવ્યાંગ બાળકો માટે ચામડીના રોગોના ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ પંથકમાં ડુંગળીનાં ભાવ આસમાને : કેટલીક હોટલોમાં ડુંગળી પીરસવાનું બંધ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!