ભરૂચ શહેરમાં હજુ પણ બુટલેગરો બિન્દાસ વિદેશી દારૂનો ધંધો કરી રહ્યા છે. જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂબંધીના કડક અમલનો આદેશ આપ્યો હોવા છતાં બુટલેગરો કોઈને કોઈ પ્રકારે વિદેશી દારૂ વેચી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડાને મળેલી બાતમીના આધારે વિભાગીય પોલીસ અધિકારી વાઘેલા ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ અધિકારી તથા સ્ટાફ ને મળેલી બાતમીના આધારે શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર નજીક માથાભારે બુટલેગર નરેશ કહાર નો પોતાના ઘર પાસે ગાડીઓ માં દારૂ લાવી હેરાફેરી કરતો હોવાની પાકી બાતમી મળતા જ પોલીસે રેડ કરી હતી જ્યાં છોટા હાથી ટેમ્પોમાંથી અન્ય ગાડીમાં દારૂ ખાલી કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન જ રેડ કરતા 328 ની બોટલ કિંમત રૂપિયા 93600 તથા ટેમ્પો મળી કુલ રૂપિયા 2,48600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો નરેશ કહા નગર ઝડપી લીધો હતો પરંતુ આ દારૂ લેવા આવેલ કુખ્યાત બુટલેગર નયન કાયસ્થ તથા અક્ષય વસાવા ફરાર થઈ ગયા હતા પોલીસે એ ડિવિઝન માં નશાબંધી એક્ટ મુજબ તમામ સામે ગુનો દાખલ કરી આ દારૂ ક્યાંથી લાવ્યા કોણે આપ્યો તેની તપાસ એ ડીવીઝન પોલીસે શરૂ કરી છે.
ભરૂચના માથાભારે બુટલેગર દ્વારા દારૂ ની હેરાફેરી કરવા જતા એ ડિવિઝને ઝડપી લીધા હતા જ્યારે બે માથાભારે બુટલેગર ફરાર
Advertisement