Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં સી.એ.બી અને એન.આર.સી. નો જોરદાર વિરોધ.

Share

ભરૂચ જીલ્લા કોંગ્રેસ માઈનોરિટી સેલની આગેવાનીમાં દેશમાં ધર્મ આધારિત બનેલા કાળો કાયદો CAB અને NRC નો વિરોધ કરતું આવેદનપત્ર રાષ્ટ્રપતિને સંબોધીને જીલ્લા કલેક્ટરને આપી કાળા કાયદાને રદ કરવાની માંગણી કરવામાં આવી હતી.


દેશભરમાં કાળા કાયદો બનાવનાર ભાજપાની સરકાર સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ઠેર ઠેર વિદ્યાર્થીઓ પણ વિરોધ કરી રહ્યા છે. ત્યાં કેન્દ્રની ભાજપા સરકારે દેશમાં રોજગારી આપવા નિષ્ફળ ગઈ છે. વિકાસની વાતો કરી પરંતુ વિકાસ કરવામાં નિષ્ફળ ગઈ છે. જયારે દેશમાં બેરોજગારી, શિક્ષા, આર્થિક મંદીને ભૂલવવા માટે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિવાદિત નાગરિક બીલ CAB(નાગરિક સંશોધન બીલ) ને રાજ્યસભા લોકસભામાં પાસ કરાવતા તેમાં વિશેષ ધર્મ અને સમુદાયના લોકોને ભારતમાં તેમણે નાગરીત્વ નહીં આપવાની જાહેરાત કર્યા બાદ દેશભરમાં તેનો ભારે વિરોધ થતાં આજે ભરૂચ જીલ્લા કોંગ્રેસ માઈનોરિટી સેલનાં પ્રમુખ સલિમભાઈ ફાલીવાલાની અધ્યક્ષતામાં જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રપતિને સંબોધીને લખાયેલા આવેદનપત્રમાં તેમણે CAB નો કાયદો મુસ્લીમ વિરોધી કાયદો છે. તે ભારત જેવા બિન સાંપ્રદાયક દેશનાં બંધારણ વિરુદ્ધનો કાયદો છે. આથી સાથે NRC નો કાયદો પણ સામાન્ય જનની પીડા વધારનાર કાયદો છે. જો ભારતનાં નાગરિકો પાસે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ જેવા દસ્તાવેજો હોવા છતાં તેમણે નાગરીત્વ બીલ મુજબ તેઓ ભારતનાં નાગરિકો છે. તેવું પુરવાર કરવું પડે તે ખરેખર હાબ છે. આથી અમારી માંગણી છે કે CAB અને NRC જેવા કાયદાને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. સલીમ ભાઈએ જણાવ્યુ છે કે અમે ભારતીય છીએ. અમે ભારતીય હોવા છતાં અમારે કેમ પ્રૂફ આપવું પડે. શું સરકારે અમારા સરકારી ઓળખપત્ર ખોટા આપેલા છે. આ ભારતીય પ્રજાનું અપમાન છે ફરી પ્રૂફ આપવા લોકોને આ સરકાર લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડશે. આ CAB નો કાયદો ચોક્કસ સમુદાયનો વિરોધનો વિરોધ કરતાં કાયદો. જયારે હિટલરે આવું કરતાં ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળે તેવું અમે નથી ઇચ્છતા માટે NRC અને CAB નો કાયદો તાત્કાલિક ધોરણે રદ કરવાની માંગણી કરી હતી. આજનાં આ કાર્યક્રમમાં સલીમ ફાલીવાલા, પરિમલસિંહ રણા, જુબેર પટેલ, વિકી શોમી, સમસાદ અલી સૈયદ, યુનુસ પટેલ, અપૂખ બાપુ, શકીલ અકુજી, હેમેન્દ કોઠીવાલા, સુનિલભાઈ ખૈર, જયોતિબેન તડવી, ગીતાબેન વસાવા, ફરિદાબેન પટેલ, સુલેમાન પટેલ, શરીફ કાનુગા, યોગી પટેલ, લાલા ટ્રાન્સપોર્ટવાળા, હરીશ પરમાર, સુરેશ પરમાર, ડૉ.સફી, દિલાવર પટેલ સહિતનાં આગેવાનો કાર્યક્રમમાં હાજર રહીયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ ઉમલ્લા અને રાજપારડી વિસ્તારમાં બુટલેગરો સામે ક્રાઇમ બ્રાંચની તવાઈ, લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બે ની ધરપકડ ત્રણ વોન્ટેડ

ProudOfGujarat

શા માટે ભરૂચનાં સાંસદે લખ્યો કેન્દ્રમાં સ્ફોટક પત્ર ? જાણો વધુ.

ProudOfGujarat

સુરતના અઠવાલાઇન્સમાં જલારામ ડેરીમાં આગ લાગી, દૂધ બનાવટની તમામ વસ્તુઓ બળીને ખાખ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!