Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકામાં કલાદરાનાં આધેડને પાઇપ મારી પગાર લૂંટી યુવાન ફરાર થઈ જતાં પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે.

Share

વાગરાના કલાદરા ખાતે ગત સાંજનાં લૂંટની ધટનાં બની છે. જેમાં માત્ર રૂપિયા 8020 ની લૂંટની ધટના બની છે. જેમાં રમેશ પઢિયાર ઉં.વર્ષ 50 નાઓ શુભ લક્ષ્મી કંપનીમાંથી સાંજના પોતાનો પગાર 8020 રૂપિયા લઈને કાચા રોડ ઉપર જઇ રહ્યા હતા. તે દરમ્યાન રસ્તામાં એક 30 થી 35 વર્ષની ઉંમરનો બુકાની બાંધી એ આધેડ રમેશભાઈ પઢિયારને રોકીને કહ્યું કે તમારી પાસે જે કંઇ રૂપિયા છે તે આપી દે તેવું ગુજરાતીમાં કહ્યું હતું. જોકે રમેશભાઈએ ના પાડતા લૂંટારુ અજાણ્યા યુવાને હાથમાનો લોખંડનો પાઇપ માથાનાં ભાગે મારીને ગંભીર ઇજા પહોંચાડીને રૂપિયા 8020 લૂંટી ગયો હતો. આ બનાવમાં ધાયલ રમેશભાઈને નજીકનાં દવાખાનાંમાંથી સારવાર બાદ અન્ય હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયારે આ અંગે વિક્રમ પઢિયારે અજાણ્યા યુવાન સામે દહેજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા દહેજ પોલીસ મથકનાં PSI આર.એસ રાજપૂત તપાસ ચલાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ઝારખંડના જમશેદપુર ખાતે ટાટા સ્ટીલ ફાઉન્ડેશનના માધ્યમથી સંવાદ-૨૦૨૨ નો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજ્ય કક્ષાની પોસ્ટર સ્પર્ધામાં ચરોતરની ચાર છાત્રા ઝળકી

ProudOfGujarat

ભરૂચ : મૂળ નિવાસી સંઘ દ્વારા રાપરમાં થયેલ વકીલની હત્યાનાં વિરોધ અને ઓબીસી ની વસ્તી ગણતરી થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!