Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કેસરોલ સ્થિત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખાતે એથલેન્ટિક મીટ યોજાઈ.

Share

ભરૂચ તાલુકાના કેસરોલ સ્થિત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખાતે એથલેન્ટિક મીટનું આયોજન હાથ ધરાયુ હતું.જેમાં અનેક વિદ્યાર્થીઓએ વિવિધ એથલેન્ટિક સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેસરોલ ગામ સ્થિત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખાતે ભારત સરકાર સૂચિત ફિટ ઇન્ડિયા અભિયાનને વેગ આપવા તેમજ વિદ્યાર્થીઓમાં શારીરિક અને માનસિક સ્વસ્થતા સંવર્ધનના હેતુસર યોજાયેલી એથલેટિક મીટનું મશાલ પ્રજ્વલિત કરીને શાળાના આચાર્ય ડો.મનોજકુમાર ગુપ્તાએ શુભારંભ કરાવ્યો હતો. પ્રારંભમાં વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ રજુ કરી હતી.ત્યારબાદ વિવિધ મીટરના અંતરની દોડ સ્પર્ધાઓ યોજાઇ હતી. આ ઉપરાંત રીલે રેસ ગોળા ફેંક ચક્ર ફેંક વિગેરે સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના આચાર્ય ડો.મનોજ કુમાર ગુપ્તા, ઉપાચાર્ય ગોવિંદ મુરજા, પીટી ટીચર નિલેશ સોલંકી તેમજ કોમલ વિગેરે એ સમગ્ર મીટનું સુંદર આયોજન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતના વરાછા વિસ્તારમાં ૧૬ વર્ષીય તરૂણી સાથે દુષ્કર્મ આચરનાર રિક્ષાચાલકની વરાછા પોલીસે અટકાયત કરી.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે વાલિયા પણસોલી ગામના બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં ચોરીની વસ્તુઓ વેચવા રિક્ષામાં ફરતા બે ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!