ભરૂચ તાલુકાના ચાવજ ગામ ખાતે આવેલ વિડિયોકોન કંપનીમાં બે દિવસ પહેલા નવ લાખ રૂપિયાના કોપર વાયરની ચોરી થઈ હતી. આ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો અને પોલીસ તપાસ કરતી હતી તે દરમિયાન ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ અધિકારીઓને મળેલી બાતમીના આધારે આ ગુનાની તપાસ શરૂ કરતાં તે મારી રીઢો ચોર સામેલ હોવાનું બહાર આવ્યું હતું જેમાં અગાઉ પાનોલીની એક બંધ કંપનીમાં પણ અને વડોદરાની એક બંધ કંપનીમાં પણ ચોરી કરનાર અમિત ઉર્ફે કમલો દામજી વસાવા રહેવાસી વાલીયાનો હોવાનું બહાર આવતા તેની તપાસ શરૂ કરી હતી. તે પાનોલી જી.આઈ.ડી.સી.માં હોવાનું બહાર આવતા પોલીસે અમિત વસાવા તેમજ સદ્દામ શાહ નામના બે રીઢા ચોરને ઝડપી લીધા હતા. તેઓ પાસેથી ઉપરોક્ત ચોરીની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું સાથે વડોદરા અને પાનોલીમાં પણ ચોરી કરી હોવાની વિગતો બહાર આવી હતી. હાલ મુદ્દામાલ કોને આપ્યો છે તેની તપાસ પોલીસ કરી રહી છે.
ભરૂચનાં ચાવજ ગામ ખાતે આવેલ વિડિયોકોન કંપનીમાં નવ લાખ રૂપિયાના કોપર વાયરની ચોરી કરનાર બે ચોરને પોલીસે ઝડપી લીધા.
Advertisement