ધટનાની મળતી વિગતો અનુસાર સરદાર બ્રિજના અંકલેશ્વર તરફ ખાતે નર્મદા નદીના પટ પર આવેલ સર્વે નંબર 907/01 Old- 492 ન્યુ લીઝમાંથી રેતી ભરી રેવા ટ્રેડર્સ ઝઘડિયા નામની રોયલ્ટી બનાવી ગેરકાયદેસર રેતીનું વહન કરતા હતા. જેવી બાતમી ભરૂચ એસ.ઓ.જી પોલીસને મળતા ભરૂચ એસ.ઓ.જી પોલીસે સ્થળ ઉપર જઈને તપાસ કરતા 4 ટ્રકો મળી આવ્યા હતા. ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં રેતી ભરેલ જણાતા પોલીસે રોયલ્ટી પાસ માંગતા ઝઘડિયા સ્થિત રેવા ટ્રેડર્સ નામની રોયલ્ટી મળી આવી હતી. પોલીસે સ્થળ પર તપાસ કરતા બે ઈસમો પોતાના લેપટોપ વડે રોયલ્ટી પાસ બનાવી રેતી ભરાવતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગેરકાયદેસર રેતીનું વહન કરતા તેમજ મદદગાર થનાર તેમજ ટ્રકચાલક અને ટ્રક માલિક મળી આઠ ઈસમો નામે
(1) શ્રવણ ભાઈ ઇશ્વરભાઇ વસાવા
(2) મનીષભાઈ વિનોદભાઈ ઠાકોર
(3) સંજયભાઈ ઉદેશીંગ ગામીત
(4) રૂકનુદીન અલાઉદ્દીન સૈયદ
(5) જલાલુદ્દીન અલાઉદ્દીન સૈયદ
(6) રાજુભાઈ નારણભાઈ પટેલ
(7) દેવાંગ કુમાર ઈશ્વરભાઈ ઠાકોર
(8) રેવા ટ્રેડસૅ ઝઘડિયા ( માલિક)
ની સામે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ઈ.પી.કો કલમ 465,467,468,471,114 મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ આરંભી છે.