રાજયભરની સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષકો છેલ્લાં ધણાં સમયથી પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલનો કર્યા છે. આવેદનપત્ર આપ્યા છે. કાળી પટ્ટી પહેરી શિક્ષણ આપ્યું છતાં રાજય સરકારે તેમની માંગણીઓ નહીં સ્વીકારતા અને તમામ પ્રાથમિક શિક્ષકોએ રાજયવ્યાપી હડતાળની ચીમકી ઉચ્ચારી છે.જેમાં આજે ભરૂચ જીલ્લાનાં નવ તાલુકાનાં પ્રાથમિક શાળાનાં શિક્ષકોએ પોતાની પડતર માંગણીઓને લઈને ભરૂચનાં શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે પ્રતિક ધરણાંનો કાર્યક્રમ કરી નાખ્યો હતો. જેમાં હજારો શિક્ષક-શિક્ષિકાઓ જોડાયા હતા અને તેમની માંગણી પૂરી કરવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને જો માંગણી પૂરી નહીં થાય તો જલ્દ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
Advertisement