ભરૂચ જીલ્લામાં ઠેર ઠેર CAB બિલનો મુસ્લિમ સમાજ દ્વારા વ્યાપક વિરોધ જુમ્માની નમાઝ બાદ લોકોએ શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો. કેન્દ્ર સરકાર દ્વારા લવાયેલા સીટીઝન એમેડમેન્ટ બિલનો વ્યાપક વિરોધ ઉભો થવા પામ્યો છે. ભરૂચ જીલ્લામાં ઠેર ઠેર મુસ્લિમ સમાજ દ્વારા CAB બિલનો વ્યાપક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના બાદશાહી મસ્જિદ ફૂરજા ચાર રસ્તા તેમજ અમન પાર્ક સહિત શહેરની વિવિધ મસ્જિદોમાં જુમ્માની નમાઝ બાદ મુસ્લિમ સમુદાય દ્વારા કેન્દ્ર સરકારના કાળા કાયદાનો વિરોધ પ્રદર્શિત કરતા બેનર સહિત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જ્યારે કેટલીક મસ્જિદોમાં દેશમાં અમન અને ભાઈચારો બની રહે તે માટે દુવાઓ ગુજારવામાં આવી હતી. ભરૂચ તાલુકાના સીતપોણ, પરીએજ તથા વાગરા તાલુકાના કોલવણા સહિત ગામોમાં CAB બિલના વિરોધમાં મુસ્લિમ સમાજના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા જો આ કાળો કાયદો અમલમાં આવશે તો મુસ્લિમો રસ્તા ઉપર ઉતરી પ્રચંડ વિરોધ નોંધાવશે તેવી રજૂઆત કરાઇ હતી.
ભરૂચ તાલુકાના સિતપોણ, પરીએજ તથા વાગરા તાલુકા સહિતના ગામમાં સીએબી બિલના વિરોધમાં મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ કર્યો હતો.
Advertisement