ભરૂચ શહેરનાં ફુરજા વિસ્તારનાં રહીશો દ્વારા આજે CAB બીલનો વિરોધ કરતો કાર્યક્રમ કરી અમે સાચા હિન્દુસ્તાની છીએ. જો મોદી શાહ અમોને ડરાવવાનો પ્રયાસ કરશે તો અમે પણ અમારા હકકની લડાઈ લડીશું. દેશભરમાં સિટીઝન શીપ એમેન્ડમેન્ટ બીલ “(CAB) એટલે કે નાગરિક સંશોધન બીલ” નો ઠેર ઠેર વિરોધ થઈ રહીયા છે દેશનાં ઉત્તર-પૂર્વ રાજયમાં આ નાગરીત્વ બીલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. જેમાં હિંસક વિરોધ થઈ રહ્યા છે. જેમાં ભરૂચ શહેરનાં વોર્ડ-નં.10 નાં નગર સેવક યુસુફભાઈ મલેકની આગેવાનીમાં આજે ” નાગરીત્વ બીલ ” નો વિરોધ કરતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લોકોએ બેનરોમાં ” ધાર્મિક ભેદભાવની નીતિ બંધ કરો, ધર્મનાં નામે ભાગલાં પાડવાનું બંધ કરો ” “સમાનતા ન્યાય-બિન સાંપ્રદાયકતાની માંગણી કરી હતી.” કોમવાદી કાયદો CAB નિદનીય છે. વિવિધ બેનરો પ્લેબોર્ડ થકી વિરોધ કરીને NRC CAB નો વિરોધ કર્યા હતા. આ અંગે નાગર સેવક યુસુફ મલેકએ કહ્યું હતું કે અમે આ દેશનાં સાચા નાગરિકો છીએ. અમે દેશનાં વફાદાર છીએ. નરેન્દ્રમોદી અને અમિત શાહ જે પ્રમાણે મુસ્લીમ વિરોધ કાયદા બનાવી રહ્યા છે તેનાથી અમે ડરવાના નથી. અમોને જો લલકારવામાં આવશે તો અમે અમારા હક માટે લડીશું અમે મોદી કે અમિત શાહથી ડરવાના નથી.જો અમારી સામે મોદી શાહ CAB(કેબ) નો કે NRC નો કાયદો મંજૂર નથી અમે શખ્ત શબ્દોમાં વખોડી નાંખીએ છીએ તેમ જણાવ્યુ હતું. આ વિરોધમાં મોટી સંખ્યામાં મુસ્લીમ સમાજનાં લોકો જોડાયા હતા.
ભરૂચનાં ફુરજા વિસ્તારમાં કેબ (CAB) નાં બીલનો વિરોધ મુસ્લીમ સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો.
Advertisement