Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય અને હોદ્દેદાર એવા કમલેશ મોદીનો ટિકટોક પર દારૂ ની બોટલ સાથે વિડીયો વાયરલ થયો.

Share

ભરૂચ શહેરના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય અને હોદ્દેદાર એવા કમલેશ મોદીનો ટિકટોક પર દારૂની બોટલ સાથે વિડીયો વાયરલ થયો છે. સમગ્ર ભરૂચ શહેરમાં આ વિડીયો ચર્ચાનું કેન્દ્ર બનું છે. ગુજરાતમાં દારૂબંધીની ખુલ્લેઆમ મજાક ઉડાવી રહ્યા છે. અને દેશના સન્માનીય વડાપ્રધાન માન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે પોતાને સરખાવી રહ્યો છે. અને ખુલ્લેઆમ ગુજરાત રાજ્યના ભરૂચ શહેરમાં દારૂબંધી હોવા છતાં દારૂની પેકિંગ બોટલનું બોક્સ બતાવી પોતે દારૂપીતો હોવાનું કહી કોઈ તેને હાથ લગાવી શકે નહીં તેમ કહી પોલીસ, પ્રશાસનને ચેલેન્જ આપી રહ્યો છે. શું બીજેપી રાજમાં બીજેપીના પદાધિકારીઓ જ કાયદાને ચેલેન્જ કરી રહ્યા છે.શું પોલીસ પ્રશાશન આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને જાહેરમાં દારૂબંધીનાં કાયદાનું ઉલ્લંઘન કરતા બીજેપીના પદાધિકારી ઉપર પગલાં લેતા ઘભરાય છે ? કે પછી આવા લોકો ઉપર કાયદાની કલમ મુજબ પગલાં લેશે ? શુ નશાબંધી ખાતાએ દારૂની પરમીટ આપી છે ? જો પરમીટ આપી હોય તો તે દારૂની જાહેરમાં પ્રચાર કરી શકે છે? આવા ચર્ચાસ્પદ વાયરલ વિડીયો કયા સ્થળે બનાવવામાં આવ્યો છે તેઓ દેશી બનાવતનો વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો અને આ બોટલનું પ્રચાર કરતો વિડીયો ગુજરાતમાં બનાવ્યો છે કે ગુજરાતની બહાર જેવા પ્રશ્નોની તપાસ થાય તેવી ચર્ચાઓ ચાલી રહી જે આવા ટિકટોક વિડીયો યુવાનો ખૂબ મજા માણી જોતા હોય છે તો તેમના ઉપર આ દારૂના વિડીયોની કેવી માનસિક અસર થતી હશે અને શક્ય છે આનું કોઈ અનુકરણ કરે તો યુવાધન ખોટા માર્ગે ચઢી શકે છે.શું પોલીસ જીલ્લા પોલીસ વડા આ વાયરલ વિડીયો બાબતે જાહેરહિતમાં યોગ્ય તપાસ કરી ચર્ચાનો અંત લાવશે ?

Advertisement

Share

Related posts

सत्य की हुई जीत! संजय दत्त को उच्च न्यायालय के फैसले से मिली राहत!

ProudOfGujarat

દહેજ સુવા ગામની સીમમાં ઝાડીઓમાં જુગાર રમતા ૧૪ જુગારી ઝડપાયા,લાખ્ખોનો મુદ્દામાલ કબ્જે…

ProudOfGujarat

વડોદરા : બુટલેગરોનાં વિદેશી દારૂની હેરાફેરી અંગે નવા કીમિયા… જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!