આજરોજ ભરૂચ જીલ્લાની સમાજવાદી પાર્ટીની મહિલા વિભાગ તથા નારી અદાલતની બહેનો દ્વારા જીલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપ્યું હતું.જેમાં તેમણે દેશભરમાં મહિલાઓ પર થતાં અત્યાચાર અંગે ચિંતા રજૂ કરી આ દુષ્કર્મની ધટનાઓ “નારી સંરક્ષણ” ની વાતની પોલ ખોલી નાંખી હતી. આજે દેશભરમાં મહિલા, યુવતી, કિશોરી, બાળકીઓ સલામત નથી. બાળકીઓ ઘરમાં સલામત નથી. શાળાઓ, આશ્રમોમાં બાળકીઓ, કિશોરીઓ, યુવતીઓ સલામત નથી. આજે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી, બાળકી, કિશોરીને સમાજની ઉપેક્ષાઓ થતાં તેને ધણી પીડા થાય છે. સમાજમાં દુષ્કર્મની પીડાની વધુ યાતના ત્યારે અનુભવે છે જ્યારે ન્યાયીક પ્રક્રિયામાં થતાં વારને પગલે દુષ્કર્મ પીડિતા અને તેના પરિવાર જતો થાકી જાય છે માટે નારી અદાલતની કર્મચારીઓ સમાજવાદી પાર્ટીના આગેવાનો દ્વારા કડક કાયદો બનાવવામાં આવે અને ન્યાય વહેલી તકે મળે તેવી માંગણી કરી હતી.
Advertisement