ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં વાહનોમાં વિવિધ તરકીબ અજમાવીને બુટલેગરો દારૂની હેરાફેરી કરે છે. જેમાં ભરૂચ એલ.સી.બી પોલીસ સ્ટાફ બાતમીને આધારે હાઇવે ઉપર મુલદ ચોકડી નજીક નાકાબંધી કરીને ટેમ્પો ઝડપીને તપસ કરતા ઈંડાની ટ્રે ના પેકીંગ પાછળ છુપાવી રાખેલ લખો રૂપિયાના વિદેશી દારૂ સાથે ટેમ્પોના ચાલક અને કલીનરને ઝડપી લઈ 17 લાખ ઉપરનો દારૂ કબ્જે કર્યો હતો. રાજયભરમાં ભલે દારૂબંધીની વાતો કરવામાં આવે છે પરંતુ આ વાત માત્ર નેતાઓના મોઢે જ થાય છે. બાકી રોજ રાજયનાં દરેક જીલ્લામાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાઈ છે. જેમાં મહિને ગણવામાં આવે તો કરોડો રૂપિયાનાં દારૂની હેરાફેરી અને વેચાણ થાય છે જયારે પોલીસ ભલે સતક બની છે પરંતુ બુટલેગરો પણ અવનવા કિમીયા અજમાવીને દારૂની હેરાફેરી કરે છે. આવા કિસ્સા અખબારો ચેનલમાં પ્રસારિત અને પ્રસિદ્ધ થાય છે જેમાં ભરૂચ જીલ્લામાં પણ તાલુકાઓમાં રોજ રોજ બુટલેગરો વિદેશી દારૂ સાથે ઝડપાઈ રહીયા છે. દમણ વાપીનાં લીકર સપ્લાયરો લાખો રૂપિયાનો દારૂ બુટલેગરોને પેનકેન પ્રકારે પહોંચાડી રહ્યા છે. જેમાં ગઇકાલે રાત્રીના સમયે ટેમ્પોમાં વિદેશી દારૂ આવી રહ્યો છે તેવી પાકી બાતમી ભરુચ LCB નાં પો.કો. દિલીપભાઇને મળતા તેમણે પોતાનાં ઉપલા અધિકારીઓને જાણ કરતા LCB નાં અધિકારી અને પોલીસ સ્ટાફએ ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઇવે નં.8 ઉપર મુલદ ચોકડી નજીક નાકાબંધી કરી વાહન ચેકિંગ કરતા સુરત તરફથી આવતો ટેમ્પો નં. MP-04-GA-4714 ને રોકી તપાસ કરતા ટેમ્પાનાં પાછળનાં ભાગે પુઠાંનાં ઈંડા મૂકવાની ટ્રેનો મોટો જથ્થો મળી આવ્યો જતો. જોકે ટ્રેનો જથ્થો હટાવતા તેની પાછળ વિદેશી દારૂ ભરેલા બોક્ષ મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા 290 બોક્ષમાં મુકેલ 4068 નંગ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.12,74,400 ની મળી આવી હતી. પોલીસ દારૂ પુંઠાની ટ્રે ટેમ્પા સહિત મળી કુલ રૂ.17,86,000 નો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો ચાલક મુકેશ ઉર્ફે વધીચંદ જસ્વાલ રહેવાસી ઈન્દોર મધ્યપ્રદેશ કન્ડેકાર ગણેશ ઉર્ફે સવાઈસીંગ મોરિ રહેવાસી દેવાસ મધ્યપ્રદેશની અટક કરીને અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવી દારૂ કયાંથી લાવ્યા કોણે આપ્યો અને કોણે આપવા જતાં હતા તે અંગે તપાસ શરૂ કરી છે.
બુટલેગરોએ ઈંડાની ટ્રે પાછળ લાખોનો વિદેશી દારૂ છુપાવ્યો અંકલેશ્વરની મુલદ ચોકડી પાસે LCB એ ટેમ્પો રોકી તપાસ કરી લાખો રૂપિયાનો દારૂ અને બે બુટલેગરો ઝડપાયા.
Advertisement