ભરૂચ શહેર માં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ જર્જરિત મકાનો ધરાસાય થવાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.ભરૂચ ના કતોપોર બજાર નજીક કોટ વિસ્તાર પર ત્રણ જેટલી કાચા બાંધકામ ની ઝૂંપડપટ્ટી વિસ્તાર ના મકાનો અચાનક ધરાસાય થતા લોકોમાં ભય નો માહોલ છવાયો હતો..
છેલ્લા ત્રણ દિવસથી આ મકાનો ધરાસાય થયા હોય ન તો મકાનો ના કાટમાળ ને હટાવવા માટે તંત્ર તરફ થી કોઈ વ્યક્તિઓ સ્થળ ઉપર પહોંચ્યા છે.ન તો મકાન ધરાસાય થયેલા લોકોને કોઈ સહાય નું આશ્વાસન આપવા માં આવતા તંત્ર સામે સ્થાનિકોએ રોષ વ્યકત કર્યો હતો અને તેઓના ના ધરાસાય થયેલ મકાનના કાટમાળ ને હટાવવા માં આવે અને તેઓને યોગ્ય અન્ય સ્થાને સ્થળાંતર કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી……..
અત્રે ઉલ્લેખનીય છે કે કતોપોર બજાર ને અડી ને આવેલ આ કોટ વિસ્તાર પર અંદાજીત ૩૦ થી ૪૦ જેટલા પરિવારો ચોમાસાના માહોલ માં જીવ ના જોખમ વચ્ચે વસવાટ કરી રહ્યા છે..અને ત્રણ જેટલા મકાનો તાજેતર માંજ ધરાસાય થયા હોય તંત્ર એ પણ વહેલી તકે એક્શન માં આવી આ સ્થળ ઉપર થી આ મકાન ધારકોને યોગ્ય સ્થાન ઉપર ખસેડવાની અથવા યોગ્ય રીતે સ્થળ નું રીપેરીંગ કામ કરવું જોઈએ તે જ સમય ની માંગ છે..નહિ તો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તેવી લોક ચર્ચાઓ પણ આ વિસ્તાર ના દ્રશ્યો જોઈ લોકો વચ્ચે ટોક ઓફ ધી ટાઉન બની છે………..
ભરૂચ ના કતોપોર બજાર ના કોટ વિસ્તાર પર આવેલ ઝૂંપડા અચાનક ધરાસાય થતા દોડધામ મચી હતી.જેમાં તંત્ર તરફ થી સહાય કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો એ ઉચ્ચારી હતી….
Advertisement