Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં સ્ટેશન રોડ ઉપર સ્કુટર પર વિદેશી દારૂ લઈને જતાં બુટલેગર અને ખૈપિયાને પોલીસે ઝડપી લઈ 50,000 ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Share

ભરૂચ શહેરમાં હજુપણ બુટલેગર સહિત ખૈપિયાઓ દારૂનો ધંધો કરી રહ્યા છે. જેમાં ભરૂચ શહેરમાં આવી રીતે ખૈપિયા અને બુટલેગર દારૂ લઈને આવી રહ્યા હોવાની બાતમી શહેર પોલીસને મળતા આજે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન ભરૂચ રેલ્વે સ્ટેશનથી ગોદી રોડ તરફ સફેદ એક્ટિવા પર વિદેશી દારૂ લઈને આવી રહ્યા છે તે બાતમીને આધારે પોલીસે એક્ટિવા સવાર બે યુવાનને રોકતા તપાસ કરતાં કાળા કલરની બેગમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ 56,100 સાથે ભરૂચના મક્તમપુરનાં રહીશ સુનિલ મિસ્ત્રી તેમજ વલસાડના વાપીનો રહીશ લલિત વર્માની અટક કરી તેમની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી શહેર પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમી નાની નરોલી ખાતે પૂર્વ પ્રાથમિક વિભાગમાં પદવીદાન સમારંભ યોજાયો

ProudOfGujarat

નડિયાદના સંતરામ નગરના મકાનમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી

ProudOfGujarat

સુરત : ડીંડોલીમાં પરીણિતાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!