ભરૂચ શહેર જીલ્લામાં માનવ અધિકાર માટે લડતી તેમજ મેડીકલ કેમ્પ, રક્તદાન કેમ્પ સહિત સામાજીક શૈક્ષણિક કાર્ય કરતી હ્યુમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટીસ મિશનનાં આગેવાન અને કાર્યકર્તા જેમાં જીલ્લા પ્રમુખ ઝહીર શેખ, યુસુફખાન પઠાણ,મનીષ ટેલર, હેદર પઠાણ, કિસન મોદી, હમઝા પટ્ટણવાલા, અનશ શેખ, નવાઝ સૈયદ, યુનેશ મન્સૂરી, સાહાબોદિનભાઈ, એહશાન કાદરી, મજીદ ખાન, સુરત પ્રમુખ આશીફભાઈ ધાણાવાલા સહિતનાં આગેવાનો કાર્યકર્તાઓએ પાંચબત્તી ખાતેથી રેલી યોજી હતી. આ રેલી જીલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી જયાં જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આગેવાનોએ લેખિત રજુઆત કરી હતી જેમાં જીલ્લામાં રાજયમાં મહિલાઓ ઉપર દુષ્કર્મ, છેડતી સહિત અત્યાચારો વધી રહ્યા છે તેના માટે કડક કાયદાનો અમલ થાય. રાજયમાં નવો સુધારા કરી તાત્કાલીક અમલીકરણ થાય, બાળાત્કારનાં ગુના બાબતે સોશિયલ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવે, 3 માસમાં ચુકાદાનો ફેંસલો થાય સહિત કડક પગલાં ભરવાની માંગણી કરી હતી.
ભરૂચ શહેરમાં આજે હ્યુમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટીસ મિશનનાં આગેવાનો અને કાર્યકર્તા દ્વારા રેલી યોજીને મહિલા ઉપર થઈ રહેલા અત્યાચાર-દુષ્કર્મની ધટનામાં કાયદો કડક બનાવી ગુનેગારોને વહેલી સજા મળે તેવું આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
Advertisement