ભીલીસ્તાન ટાઈગર સેના દ્વારા આજરોજ વિધાનસભાનો ધેરાવ કરવાની જાહેરાત કરી છે ત્યારે તેના ભાગરૂપે ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા ભીલીસ્તાન ટાઈગર સેનાના હોદ્દેદારોની અટકાયત કરી નજર કેદ કરવામાં આવ્યા છે.
ઝધડીયાના બીટીપીના ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ સરકારના આ નિર્ણયનો જોરદાર વિરોધ જારી કર્યો છે અને આજરોજ ગાંધીનગર ખાતે વિધાનસભા ભવનનો ધેરાવો કરવાની જાહેરાત કરતાં આદિવાસી બેલ્ટનું પોલીસતંત્ર સફાળું જાગી જવા પામ્યું હતું અને સ્થાનિક બીટીપીના આગેવાનોના અટકાયતની પગલાં ભરવાની કામગીરીમાં મંડી પડયું હતું.
ભરુચ પોલીસ દ્વારા આજરોજ કેટલાક બીટીપીના કાર્યકર્તાઓની અટકાયત કરી તેમને નજરકેદ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા રાજયના વિવિધ જીલ્લાઓની પ્રાથમિક શાળાઓ કે જેમાં 30 ઓછી વિદ્યાર્થીઓની સંખ્યા હોય તેને મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની અસર આદિવાસી પટ્ટી ઉપરની શાળાઓ ઉપર વધુ થાય તેવી સંભાવના છે ત્યારે બીટીપીના ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ જણાવ્યુ છે કે આદિવાસી એક્ટની 4 હજાર જેટલી શાળાઓ મર્જ થાય તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
સ્કૂલને મર્જ કરવાની રાજય સરકારની જાહેરાતને પગલે ખાસ કરીને આદિવાસી પટ્ટીની અનેક શાળાઓને થનાર સંભવિત અસરને પગલે ભીલીસ્તાન ટાઈગર સેનાએ સખત વિરોધ નોંધાવ્યો છે.
Advertisement