ગુજરાત સરકારે કેટલી સરકારી કચેરીઓમાં ખાનગી એજન્સીને કામ આપીને લોકોને લૂંટવાનો પરવાનો આપી દીધો હોય તેવું લોકોને લાગી રહ્યું છે કેમકે દક્ષિણ ગુજરાત વીજ કંપની હોય કે પછી ગુજરાતની કોઈ પણ વીજ કંપની હોય તેના દ્વારા આપવામાં આવતા રાહત દરના ઉજાલા બલ્બમાં હવે જે તે એજન્સીઓ દ્વારા ગ્રાહકોને રીતસરના લૂંટવામાં આવી રહ્યા છે. જુના પુરાણા ઉજાલા બલ્બ આપીને તેની ઉપર ગેરંટી વોરંટી લખેલી હોવા છતાં સમયસર ગેરંટીનો લાભ આપવામાં આવતો નથી. ભરૂચ શહેરમાં આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નક્કી કરાયેલી એજન્સીમાંથી લોકોને બિલ બતાવીને રાહતદરના ઉજાલા બલ્બ આપવામાં આવ્યા હતા જેમાં ખામી સર્જાતા આવા ગ્રાહકો ઉજાલા બલ્બને બદલાવવા માટે મકતમપુર સ્થિત આવેલી વીજ કંપનીની કચેરીમાં ગયા હતા જ્યાં બેઠેલા કર્મચારી દ્વારા ઉજાલા બલ્બ બદલવામાં ગલ્લાતલ્લા કરવાનું શરૂ કર્યું હતું અને તમારું નવું બિલ લાવો તમારું જુનુ બીલ લાવો આ તુટેલું છે જેવા અનેકો શબ્દો કહી ને ગ્રાહકો સાથે ઉદ્ધતાય કરવામાં આવ્યું હતું. જ્યારે ગ્રાહકો દ્વારા એજન્સીના કર્મચારીઓને આ બાબતે રજૂઆત કરતાં તેમના દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો જો પાંચ બલ્બ ખરાબ થયા હોય તો બે કે ત્રણ જ બદલી આપતા હોય છે ને પોતે છેતરાયા હોય તેવો અનુભવ કરી રહ્યા છે .સરકાર ગ્રાહકોના હિતની જાળવણી જી.ઈ.બી પાસે કરાવે તેવી લોક માંગણી ઉભી થવા પામી છે. આ સમગ્ર ઘટનાની લોકો માં ભારે ચર્ચા ચાલી રહી છે.
જીબી દ્વારા આપવામાં આવતા ઉજાલા બલ્બ માં છેતરાયા હોવાની રાવ જાણો વધુ…???
Advertisement